Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં સફાઇ કામદારોની હડતાલથી ગંદકીના ગંજ ખડકાયા

in-the-bhanvad-the-workers-of-the-workers-were-stabbed-of-dirt

ભાણવડ:-રાજ્યની 162 નગરપાલિકાઓ તથા 7 મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સફાઇ કામદારોએ રાજ્ય સરકાર સામે તેમના પડતર અને વણ ઉકેલાયેલા પ્રશ્ર્નોને લઇ સરકારમાં પડઘો હેતુથી એક દિવસની હડતાલ જાહેર કરી હતી જે સફાઇ કામદાર સંઘના સફાઇ બંધના આદેશને પગલે ભાણવડ નગરપાલિકામાં કામ કરતા કાયમી તથા રોજમદાર સફાઇ કામદારોએ તા.5 માર્ચના રોજ પોતાના કામથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી અને નગરપાલિકા ખાતે કાળી પટ્ટી ધારણ કરી ભારે સુત્રોચ્ચાર તથા શોર શરાબા સાથે પોતાની પડતર વણઉકેલાયેલી માંગણી બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ શિવરાત્રીની જાહેર રજા અને સફાઇ કામદારોની હડતાલને પગલે શહેરમાં સફાઇ ન થતા ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.

Related posts

ભાણવડ રેલ્વે સ્ટેશન નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ

Nawanagar Time

રોડ રસ્તા મુદ્દે દિલ્હીની ટીમના શહેરમાં ધામા, રીપોર્ટ રજૂ કરાશે

Nawanagar Time

એસ્સાર દ્વારા ગેરકાયદે કોમર્શિયલ કાર્ગો શરૂ કરતાં ચેમ્બર ઓફ લાલઘૂમ

Nawanagar Time

Leave a Comment