Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં કાઇપો…છે ની ચિચિયારીઓની ગુંજી ઉઠી

ભાવતા ભોજન સાથે પતંગની મોજ માણતા લોકો: દાન આપી પુણ્યનું ભાથુ પણ બાંઘ્યુ

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગ-દોરા, ફીરકી સાથે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે નગરજનોની ભીડ જોવા મળી હતી. રવિવારે પણ પતંગ રસીયાઓએ પતંગની મોજ માણી હતી.

ગઇકાલે સોમવારે સવારથી શહેરમાં ઉતરાયણની ઉજવણીના થનગનાટ સાથે ખાસ કરીને યુવાનો-યુવતિઓએ ધાબા પર જાણે અડીંગો જમાવ્યો હોય તેમ મોટી સંખ્યામાં પતંગ ઉડાડતા જોવા મળ્યા હતાં. વિવિધ આકાર-પ્રકારના નાના-મોટા પતંગ વડે આકાશમાં જાણે રંગોળીનું ઇન્દ્રધનુષ્ય સર્જાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સવારથી વિજકાપની દરકાર કર્યા વગર પતંગપ્રેમી રસીયાઓએ ઇન્વર્ટર, જનરેટરને ધાબે લગાવી, સાઉન્ડ સીસ્ટમ મારફતે ગીત-સંગીતના સથવારે મોડે સુધી પતંગની મોજ માણી હતી.

ઠેર-ઠેર એ કાયપો છે, લપેટ-લપેટ જેવી આનંદની ચીચીયારીઓ સાંભળવા મળી હતી. આ સાથે અબાલ-વૃઘ્ધ સૌ કોઇએ પતંગ ઉડાવવાની સાથે અગાસી પર ચીકી, બોર, જીંજરા વિગેરેની પણ મોજ માણી હતી. આ સાથે સ્વાદ શોખીન નગરજનોએ બપોરે ઉંધીયું-પુરી, જલેબી જેવા વ્યંજનોની મોજ માણી હતી અને આ ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં પણ ભીડ સાથે જાણે તડાકો બોલી ગયો હતો.

in-the-chaubhalaya-the-chaupiyariye-kauno
in-the-chaubhalaya-the-chaupiyariye-kauno

આ પ્રસંગે સોમવારે રાત્રે નગરજનોએ ફટાકડા ફોડી, આતશબાજી સાથે ઉમંગ પણ વ્યકત કર્યો હતો. આટલું જ નહિં, રાત્રે આકાશમાં તુકકલ (ફાનસ) પણ ઉડતા જોવા મળ્યા હતાં.દાન-પુણ્યના પર્વ મકર સંક્રાંતિ પ્રસંગે ભકતજનો-નગરજનોએ ગરીબોને જીંજરા, ચીકી સહિતની ચીજવસ્તુઓ તેમજ ગાયોને ઘાંસ વિતરણ કરી, પુણ્યનું ભાથું બાંઘ્યું હતું. આમ, ઉતરાયણપર્વની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

પત્ની લીવ ઇનમાં હોય તો પણ પતિ સાથેના સંબંધનો અંત આવતો નથી: કોર્ટ

Nawanagar Time

હાપા યાર્ડમાં ચંદ્રેશ પટેલ હાર્યા બાદ જીત્યા: 18 મી એ સુનાવણી

Nawanagar Time

ભગવાન મહાવીર જન્મકલ્યાણક પર્વ પ્રસંગે જામનગરમાં શોભાયાત્રા

Nawanagar Time

Leave a Comment