Nawanagar Time
ગુજરાત જામનગર

કોર્પોરેશનમાં દર વર્ષે અઢીથી ત્રણ કરોડ રૂપિયાનો ‘જાણની આઇટમ’ના ખર્ચમાં વહી જાય છે

in-the-corporation-every-year-rs-2-3-crore-is-spent-on-information-item-expenses

જુદા જુદા હોય, કમીશનરની મંજૂરી લીધી હોય, માટે સ્ટેન્ડીંગ કમીટી ગંભીરતા લેતી ન હોય સંપૂર્ણ પણે લેવાતો લાભ

જામનગર:-કોર્પોરેશનમાં દર વર્ષે અઢીથી ત્રણ કરોડ રૂપિયાનો ‘જાણની આઇટમ’ના ખર્ચમાં વહી જાય છે અને સ્ટેન્ડીંગ કમીટી ખાસ ગંભીરતા લેતી ન હોઇ આ ‘પ્રેકટીસ’ જમાવટ કરી ગઇ છે.

આ જાણની આઇટમ  છે તે સમજીએ તો દર અઠવાડિયે જામનગર કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ મળે તેમાં જુદા જુદા એજન્ડા મુકાય, તે મંજુર કે નામંજુર થયા અથવા પેન્ડીંગ રહે કાં તો પુર્તતા મંગાય. તે સિવાય જે માટે સ્ટેન્ડીંગ કમીટીએ કંઇ નિર્ણય ન લેવાનો હોય તે જાણની આઇટમ હોય જેમાં દરેક વિભાગમાં થયેલા નાના-મોટા  જાણ કરી હોય.

હવે ખુબીની વાત એ છે કે દર અઠવાડિયે સરેરાશ પાંચ લાખ રૂપિયાની આઇટમો જાણના ખર્ચમાં દર્શાવાતી હોય છે જે અંગે કોઇ ખુલાછો પુછાતો નથી જેમકે રીપેરીંગ કરાવ્યુ, વાલ્વ ખરીદ્યા, ડીઝલ ખરીદ્યુ, નાનુ-મોટુ રીપેરીંગ કર્યુ, કચેરીમાં કંઇ સુવિધા માટે ખર્ચ કરાયો હોય, લાઇટ અંગે કંઇ ખર્ચ કર્યા  સફાઇ માટે દવા છંટકાવ વગેરે માટે ખર્ચ થયા હોય, પાણી અંગેના કોઇ ખર્ચ થયા હોય, ફાયર શાખાએ કંઇ ખર્ચ કર્યા હોય.

આમ, નાની મોટી ખર્ચની આઇટમ જાણ માટે મુકાઇ હોય જેની રકમ રૂપિયા 1000થી માંડી રૂા.99000 સુધીની હોય છે કેમ કે મ્યુનિસીપલ કમીશનરને એકી સાથે એક લાખની મર્યાદામાં ખર્ચ  સતા હોય છે એ સતાનો લાભ લઇ એક લાખ સુધીના જુદી જુદી ફાઇલ ઉપર ગમે તેટલા ‘આવશ્યક’ ‘તાત્કાલીક’ ગણાવી ખર્ચ મંજુર કરાવાતા રહે છે અને ‘સાહેબ’ પણ ખાસ કંઇ જોયા-તપાસ્યા વગર મંજુરીની મહોર આપી દેતા હોય છે.

વિભાગના આવા ખર્ચ ઉપર ‘બહારના’ સચવાય છે

એક રીપેરીંગનું ખર્ચ દસ હજાર થયુ હોય તો પંદર હજારનું બીલ બનાવવામાં  વાંધો હોય, પાર્ટીને પણ શું વાંધો હોય તેને મુળ રકમ મળે ઉપરથી વાપરવાના મળે અને ડીફરન્સના લગત-જવાબદાર અધીકારી કર્મચારીને મળે, આવુ જ જીણી મોટી તાત્કાલીક ખરીદીઓના બીલમાં થાય છે. અને આ પ્રેકટીસ કરનારાઓને કંઇ ઉતાવળ નથી હોતી, અને ટીપે ટીપે સરોવર ભરાય તેમાં માને છે. માટે ધીમે ધીમે કાતર્યા  છે, જાણની આઇટમના ખર્ચમાંથી અમુક ઉભડક રાખેલા ‘સેવકો’ના પગાર પણ ચુકવાય છે અમુક ‘લોહી પીનારા’ઓને દર મહિને બે મહિને નિયમીત ‘સાચવવા’માં આવે છે અને વાર-તહેવારે પણ સચવાય છે, આ ઉપરાંત ‘અમુક’ના ‘મહેમાનો’ કે અન્ય ‘મોટા’, ‘વૈભવી’ ખર્ચ ને સાચવવા માટે પણ આજાણની આઇટમના ખર્ચના આંકડાઓ ખુબ ઉપયોગી થાય છે  સામાન્ય દાખલો છે કે ગત વખતે મેળામાં માટી પાથરવા, લેવલ કરવા, સફાઇ કરવા માટે રૂપિયા 17 લાખથી વધુ ખર્ચ થયો હતો તે કટકે કટકે થઇને માત્ર જાણમાં જ ગયો, રોશનીનો પાંચ લાખનો, જીઇબીનો સાત લાખનો ખર્ચ ગણાવાઓને પણ જાણમાં ગયો. આવા સફાઇના પાણીના ખર્ચ જંગી રીતે જાણમાં જાય છે.

Related posts

કાલથી જામનગરના આંગણે ટેકફેસ્ટ પ્રદર્શનનો પ્રારંભ: ઉદ્યોગકારોનો મેળો જામશે

Nawanagar Time

વિકાસ માત્ર નામ નોઁ જ ?, ગામડાંઓમાં ભૂગર્ભ ગટર આવતાં દાયકો નીકળી જશે

Nawanagar Time

પતરાના રૂમમાં શિક્ષણ આપતી રૉયલ સ્કૂલના ગેરકાયદે બાંધકામ વિરૂદ્ધ કમિશ્ર્નરને ફરિયાદ

Nawanagar Time

Leave a Comment