Nawanagar Time
ગુજરાત જામનગર

ઊંડ સિંચાઇ યોજનામાં ખેડૂતોને વળતર ન ચૂકવાતા રોષ

in-the-deep-irrigation-scheme-farmers-are-not-compensated-for-the-compensation

સૌની યોજનાની લીંક માટે ખેડૂતોની જમીન કપાત થઈ, એવોર્ડ પણ મંજૂર થયાં પરંતુ ચૂકવણામાં ઢીલી નીતિ

જામનગર:-સરકારી વિભાગો તેમની પઘ્ધતિથી જ કામ કરે ગમે તેટલી રજુઆત થાય, પ્રશ્ર્નોતરી થાય કે રીટીંગો થાય બાદમાં હરીફરીને હતાં ત્યાં તેવા અનેક ઉદાહરણો મળે છે તેમાંનો ખેડુતોનો ડેમને લગત કામના જમીન ગઇ હોય તેના વળતરનો પ્રશ્ર્ન ઉભો જ છે, ખેતરનો ગયા માટે પાક કયાંથી ઉભો હોય પ્રશ્ર્ન ઉભો છે.

સૌની યોજનાની લીંક-1 પેકેજ 3ની પાઇપલાઇન માટે કરાયેલ આરઓયુ (જમીન વપરાશહકો) અંગર્તત કલમ-10ના એવોર્ડ ચુકવવાના થાય છે અને 26 ખેડુતોને રૂા.8 લાખ 85 હજાર ચુકવવાના બાકી છે, આ ઉપરાંત પેકેજ-4 અને પેકેજ-5ના લીંક-3ના કામ શરૂ છે તેમાંય 10 ખેડુતોના એવોર્ડ મંજુર થયા છે તેમ સિંચાઇના જિલ્લાના ઉંડ વિભાગના વડાએ જણાવ્યું હતું પરંતુ કયારે સુકવાઇ જશે તેવી કોઇ ખાત્રી લેખીત ઉત્તરમાં જણાવ્યું નથી.

  • ડેમ ઉપર સલામતી માટે સ્ટાફ જ નથી

જામનગર જિલ્લા સિંચાઇ વિભાગ હસ્તર 26 ડેમો છે આ ડેમોની સાઇટ ઉપર માલ મટીરીયલ મશીનરી વગેરે હોય તેમજ ડેમસાઇટ ગેરકાયદે બોર કુવા ન થાય ડેમમાંથી પાણી ચોરી ન થાય તે માટે સતત સીકયોરીટી કાયમી સ્ટાફથી થવી જોઇએ પરંતુ કાર્યપાલક ઇજનેરના જણાવ્યાનુસાર ચોમાસાની સીઝનમાં આઉટ સોર્સીંગથી સમય મર્યાદા માટે સલામતી સ્ટાફની વ્યવસ્થા કરાય છે.

Related posts

ખંભાળિયામાં હનીટ્રેપ પ્રકરણમાં આરોપીઓ રિમાન્ડ પર

Nawanagar Time

જામનગર પીજીવીસીએલનું લાખોનું ઉચાપત કૌભાંડ દબાવી દેવાયું

Nawanagar Time

ખોટી અફવા કે ખોટા મેસેજ ન ફેલાવવા કલેક્ટરની અપીલ..

Nawanagar Time

Leave a Comment