Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા જગતમંદિરમાં શ્રીજી સંગ કેસુડાના રંગે રમતાં ભાવિકો

in-the-dwarka-jagat-mandir-the-devotees-playing-the-game-of-shreeji-sangas-kesuda

જામનગર:-રંગોનો પર્વ એટલે કે ધૂળેટીનો તહેવાર છે.  બપોર બાદ દ્વારકામાં શ્રીજીને ચાંદીની પિચકારીએ કેસુડાના રંગે રમાડવામાં આવ્યા હતા. જેમાં હજારો  ઉમટી પડ્યા હતા અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે જગત મંદિર રંગાયું હતું. ગુજરાતભરમાંથી ઠેર ઠેરથી લાખો પદયાત્રીઓ દ્વારકામાં કાળીયા ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવ મનાવવા પહોંચી ગયા હતા. રાજ્યભરમાંથી રોડ-રેલમાર્ગે પણ હજારો ભાવિકો દ્વારકા પધાર્યા છે. દ્વારકા જગતમંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા  તૈયારીઓ કરી લેવામાં આવી હતી. ઠાકોરના સાંનિધ્યમાં ભાવિકભક્તો અબીલ ગુલાલના છાંટણા સાથે ઉત્સવ મનાવ્યો હતો.  આ ઉત્સવ આરતી દરમિયાન ફરીથી શ્રીજીના હસ્તમાં રંગોની પોટલી ધરાવવામાં આવી હતી. ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગ અને કેસરનું પાણી ભરી શ્રીજીને હોળી રમાડવામાં આવી હતી. આજ હસ્ત પોટલામાંના અને પીચકારીના રંગોથી દર્શનાર્થી સૌ ભક્તોને  ઉડાડવામાં આવ્યો હતો. હજારો કિલો અબીલ ગુલાલની છોળો વચ્ચે ફુલડોલ ઉત્સવ યોજાયો હતો અને જય દ્વારકાધીશનો નાદ ગુંજ્યો હતો. હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકામાં કાળિયા ઠાકોરના સાંનિધ્યમાં ફુલડોલ ઉત્સવ મનાવવા આવી પહોંચ્યા હતા. ત્યારે યાત્રીકોની ભીડને લઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દ્વારકામાં 4 ડીવાયએસપી,  પીઆઇ, 20 પીએસઆઇ, 250 પોલીસ જવાનો, 250 હોમગાર્ડ, એસારપી, જીઆરડી જવાનોની ટુકડીઓનો શહેરમાં જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Related posts

રાજ્યમાં વાવેતર થાય છે 45થી વધુ પ્રકારની મગફળી

Nawanagar Time

બાણુંગાર નજીક પુલ પરથી કાર પડી જતા આઠ લોકો ઈજાગ્રસ્ત

Nawanagar Time

નવાનગર ચેસ.એસો. દ્વારા ચેસ ટૂર્નામેન્ટ સંપન્ન

Nawanagar Time

Leave a Comment