Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા પાલિકામાં હિટલરશાહી સામે અપક્ષ સદસ્યનો જંગ

in-the-dwarka-municipality-the-freedom-fighters-against-hitler

ભાજપ રાજમાં ચીફ ઓફિસર કઠપૂતળી બની ગયાંનો આરોપ: સામાન્ય સભામાં અપક્ષ સદસ્યની વિરોધ અરજી ફાડી નંખાઈ

જામનગર:-વારંવાર વિવાદના વંટોળમાં સપડાતી રહેલી ભાજપ શાસીત દ્વારકા નગરપાલિકામાં  વધુ એક હિટલરશાહીની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે. જેમાં ચાર દિવસ પહેલા મળેલી સામાનય સભામાં અપક્ષ સદસ્યએ 12 શંકાસ્પદ મુદાઓ સામે વિરોધ દર્શાવતી અરજી આપતા જ સૂધરાઇ પ્રમુખે ચીફ ઓફિસરની હાજરીમાં ફાડી દીધાનાં આક્ષેપથી ચકચાર મચી ગઇ છે.

દ્વારકા નગરપાલિકાના વોર્ડ નં.4માં અપક્ષ તરીકે ચૂંટાયેલા સદસ્ય જયસુખભાઇ કણઝારીયાએ ગાંધીનગર  કરેલી ફરિયાદનાં આક્રોશ ઠાલવ્યો છે કે, નગરપાલિકામાં ગત તા.2ના રોજ સામાનય સભા યોજાઇ હતી. જેનાં એજન્ડામાં 35 મુદ્દાઓ સમાવાયા હતાં. જેમાંથી 12 મુદ્દાઓ અન્યાયી, અણઘડ અને ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે તેવા હોવાથી વિગતવાર અરજી લખીને વિરોધ વ્યકત કર્યો હતો. આ વિરોધ પત્રને ઠરાવ બુકનો ભાગ ગણીને સમાવેશ કરવાની માગણી કરી  પરંતુ પાલિકા પ્રમુખ જીતુભાઇ માણેકે ચાલુ સાધારણ સભામાં જ ચીફ ઓફિસરની હાજરી વચ્ચે વિરોધ પત્ર ફાડી નાંખીને નીચે ફેંકી દીધો હતો. એટલું જ નહીં, સામાન્ય સભા પૂર્ણ થયા બાદ નગરપાલિકાના વહીવટી તંત્રએ પણ વિરોધ પત્ર સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દઇને બંધારણીય અધિકાર તથા કાયદા-નિયમોને સરેઆમ ભંગ કર્યો હોવાનો અપક્ષ  જયસુખભાઇએ આક્રોશ ઠાલવી કલેકટર, નગરપાલિકા નિયામક, ચૂંટણી પંચ, મુખ્યમંત્રી, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ, ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆત કરી જવાબદારો સામે કડક પગલાની માગણી કરી છે.

અપક્ષ સભ્યએ એજન્ડાના 12 મુદ્દાઓ સામે વિરોધ દર્શાવ્યો છે, જેમાં જૂના ગોમતીઘાટને યોગ્ય રીતે રીપેર કરવાની માંગ કરીને તેની ગ્રાન્ટ અન્ય કોઇ કામમાં નહીં  દેવા સામે વિરોધ નોંધાવ્યો છે. બીજું હાઇવે પર ટ્રાફિકના બહાને દબાણો હટાવવાના બદલે સમયાંતર સર્વિસ રોડ બનાવવા, ત્રીજું નગરપાલિકા પાસેનું જાહેર શૌચાલય યથાયોગ્ય હોવા છતાં તોડીને અન્યત્ર નવું બનાવવા, ચોથું રિલાયન્સ ગેઇટથી કિર્તી સ્થંભ સુધી નવનિર્મિત રોડ હોવા છતાં ફરી બનાવવા, પાંચમું શહેરી વિકાસ યોજના અન્વયે ગ્રાન્ટ-એસ્ટીમેન્ટમાં જ રસ્તાના  પૂરા કરવાના બદલે સ્વભંડોળમાંથી બિન જરૂરી ખર્ચ કરવા સામે શંકાની સોઇ તાકવામાં આવી છે.

Related posts

શાળા મર્જ કરવાના નિર્ણયથી બાળકો શિક્ષણથી વંચિત રહેશે

Nawanagar Time

જિલ્લા પંચાયતના 36 કર્મચારીને કાયમી નોકરી મળતાં ખુશીની લહેર

Nawanagar Time

કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીથી કોરોના વધુ ફેલાશે: ચંદ્રકાંત ખાખરિયા

Nawanagar Time

Leave a Comment