Nawanagar Time
ગુજરાત જામનગર

આતંકી હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રમાં બંધનો માહોલ

in-the-face-of-terrorist-attacks-in-saurashtra

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, ભેંસાણ, ઊના અને ઢાંક સ્વયંભૂ બંધ

જામનગર:-જમ્મુ કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં 44  જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા. જધન્ય બનાવ બનતા આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સ્વયંભુ બંધ પળાયો છે.  જેમાં વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવરનગર, ચોટીલા, અમરેલી સહિત સુરતની ટેકસટાઇલ્સ બજાર, મોરબીની કાપડ અને સીરામીક કંપનીઓ, ભેંસાણ, ઉના, ઢાંક આજે સજ્જડ બંધ પાળ્યું  તેમજ અમદાવાદમાં કરીયાણાના વેપારીઓ, કાપડ મહાજન, ચોકસી મહાજન માણેક ચોક, મરકતી કાપડ બજાર, ઇલેકટ્રોનીકસ એસો. દ્વારા આજે હડતાલ રાખી બંધ પાડવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા પુલવામામાં થયેલા હુમલાને કારણે દેશમાં શોકનો માહોલ છે. શહીદોના પરિવારજનોનું દુ:ખ દેશ પણ અનુભવી રહ્યો છે. એક તરફ પાકિસ્તાનને આકરો જવાબ આપવા માગ  રહી છે, બીજી તરફ દેશમાં ઠેર ઠેર દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ક્યાંક કેન્ડલ માર્ચ થઈ રહી છે, તો ક્યાંક શોકસભાઓ યોજાઈ રહી છે.

ગુજરાતમાં પણ જુદા જુદા વેપારી મંડળોએ આજે બંધ પાળીને શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના જુદા જુદા  વેપારી મંડળો ધંધા રોજગાર બંધ રાખી રહ્યા છે.

રાજકોટ ગુંદાવાળી વેપારી એસોસિએશન દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ સ્વેરછતાએ બંધ પાળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોમવારના દિવસની વેપારીઓની આવક શહીદોના પરિવારને આપશે

 

Related posts

જામનગર ભૂર્ગભ ગટરના કામમાં ગેરરિતી મામલે વિજીલન્સ તપાસની માંગ

Nawanagar Time

જામનગરમાં જુગારધામ પર દરોડો: 9 શખસોની ધરપકડ

Nawanagar Time

ગુજરાત કાશ્મીર બન્યું: હાડ થીજવતી ઠંડી

Nawanagar Time

Leave a Comment