Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

ફિલ્મ ‘દબંગ 3’માં સલમાન ખાનને સાધુ-સંત સાથે ડાન્સ કરતો જોઈને લોકો ભડક્યા, શૂટિંગ બંધ કરવાની માગ કરી

in-the-film-dabangg-3-salman-khan-was-seen-dancing-with-a-monk-people-flocked-demanded-to-stop-shooting

હાલ મધ્ય પ્રદેશના મહેશ્વરમાં આવેલા નર્મદા ઘાટ પર સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘દબંગ 3’નું શૂટિંગ થઈ રહ્યું છે. ફિલ્મનું ટાઈટલ સોન્ગ ‘હુડ હુડ દબંગ..દબંગ..’વિવાદોમાં ઘેરાઈ ગયું છે. આ ગીતમાં સલમાન ખાન સાધુ-સંતોના વેશમાં રહેલા સહ-કલાકારો સાથે ડાન્સ કરી રહેલો દેખાય છે. આ વેશને લીધે ઉશ્કેરાયેલા લોકોએ ફિલ્મના શૂટિંગને રોકવાની માગ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે આ ગીતને લીધે હિન્દુઓની ભાવનાને ઠેંસ પહોંચી છે. કોઈ ફિલ્મના ગીતમાં સાધુ-સંતોને ડાન્સ કરાવવો એ યોગ્ય નથી.

શું છે વિવાદ???

શૂટિંગનને લીધે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો

શૂટિંગના ભોગે બપોરે અહલ્યાબાઈ હોકલરના રાજવાડાના બંને દરવાજાઓ પણ બંધ કરી દીધા હતા, જેને લીધે પ્રવાસીઓને આકરા તડકામાં શેકાવાનો વારો આવ્યો હતો.ગેટ બંધ કર્યા હોવાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને દરવાજા ખોલાવી દીધા. તો બીજી તરફ ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાયેલા મનોજ ચતુર્વેદીએ ગેટ બંધ કર્યા હોવાની વાતને નકારી દીધી હતી. એસડીએમ આનંદ સિંહ રાજાવતે કહ્યું કે આ ફિલ્મને 29 શરતોને આધારે જ શૂટિંગ કરવાની અનુમતિ આપી છે. શૂટિંગ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ શ્રદ્ધાળુઓ અને પર્યટકોને મુશ્કેલી નહિ પડે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ને ફરિયાદ કરી

સમાજસેવક અશ્વિન જોશીએ દબંગ-3ના શૂટિંગની ફરિયાદ ભોપાલના NGTને મોકલી છે. તેમણે ઈ-મેઈલમાં લખ્યું છે કે આ શૂટિંગને લીધે નર્મદા નદી અને કિલ્લાની આજુબાજુની જમીનને નુકસાન થઈ રહ્યું છે. પવિત્ર નર્મદાના કિનારે નોનવેજ બનાવવા કે દારૂના સેવન પર પ્રતિબંધ છે. તેમ છતાં આ શૂટિંગને લીધે તે પવિત્રતા નષ્ટ થઈ રહી છે.

31 ડિસેમ્બરે રિલીઝ થશે

દબંગ 3માં વિલનનો રોલ દક્ષિણ ફિલ્મનો સુપરસ્ટાર સુદીપ કરશે. ફિલ્મ ‘વોન્ટેડ’નાં 10 વર્ષ પછી સલમાન ખાન અને પ્રભુદેવાની જોડી ફરીવાર સાથે જોવા મળશે. ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે, જ્યારે અરબાઝ ખાન પ્રોડ્યુસર છે.

Related posts

મહાભારત બનાવવામાં પાંચ ગણો વધુ સમય લાગશે: દીપિકા

Nawanagar Time

વિદ્યા બાલન, રાની મુખર્જી અને પ્રિયંકા ચોપરામાંથી કોઈ એક પડદા પર તીજનબાઈનું પાત્ર ભજવશે

Nawanagar Time

કોરોના ઇફેકટ: હેરી પોટર, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પણ અઘ્ધરતાલ

Nawanagar Time

Leave a Comment