Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ધો.10ની ઉત્તરવહી ચકાસણી આખરી તબક્કામાં

in-the-final-phase-of-verification-of-standard-10

પરીક્ષા પરિણામ વહેલું જાહેર કરાય તેવી સંભાવના: ગુજરાતી માધ્યમની કામગીરી પુરી

ગાંધીનગર:-પરીક્ષા  થવાની સાથે જ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓની વિવિધ વિષયોની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી આરંભી હતી. આ કામગીરી હાલ અંતિમ તબકકામાં આવી છે.

તમામ વિષયોની 90 ટકા ઉપરાંત ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી કરાઈ છે. 7 માર્ચથી ધો.10ની જાહેર પરિક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષાનો પ્રારંભ થવાની સાથે જ બોર્ડે ધોરણ  વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવાની કામગીરી શરુ કરવાની પળોજણમાં જોતરાયું હતું.

મોટાભાગના આ તમામ કેન્દ્રો ઉપર હાલ છેલ્લા તબકકાની કામગીરી ચાલી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. કેટલાક કેન્દ્રો ઉપરનું કામ પુરુ પણ કરી લેવામાં આવ્યું છે. તેવી જ રીતે અમુક શાળામાં સેક્ધડ લેંગ્વેજની ઉત્તરવહીઓ તપાસવામાં આવી રહી છે. અંગ્રેજી  વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વેળાસર તપાસી લેવાનું કામ બોર્ડ માટે પણ કપરુ પુરવાર થતું હોય છે. પગાર ન ચૂકવવો પડે તે માટે ખાનગી શાળાઓનું તરકટ ખાનગી શાળાઓ શિક્ષકોને પરીક્ષણ માટે મોકલી ન હોવાની ફરિયાદ દર વર્ષે ઉઠે છે પરિક્ષા પૂર્વે બોર્ડ શાળાઓ પાસેથી પરીક્ષણ કામગીરી માટેશિક્ષકોના નામની યાદી મંગાવી લેતુ હોય  શાળાઓ શિક્ષકોના નામ પણ મોકલી દેતી હોય છે. કેટલીક ખાનગી શાળાઓ ઓછી કે અયોગ્ય લાયકાતવાળા શિક્ષકોની યાદી મોકલતી હોવાથી આવા શિક્ષકોને પરત કરી દેવાની બોર્ડને ફરજ પડતી હોય છે પરંતુ વાસ્તવમાં જ્યારે પરિક્ષણ કામગીરીમાં જોડાવવાનો સમય આવે છે ત્યારે શિક્ષક શાળા છોડીને જતા રહ્યા હોવાનો જવાબ શાળાના આચાર્યો બોર્ડને  દેતા હોય છે. વાસ્તવમાં કેટલીક ખાનગી શાળા શિક્ષકોને વેકેશનનો પગાર ચુકવવો ન પડે તે માટે તેમને કાગળ પર જ છૂટા કરી દેતી હોય છે. વેકેશન પુરુ થતા શિક્ષકો ફરી નોકરી ઉપર હાજર થઈ જાય છે.

અંગ્રેજી માધ્યમના છાત્રોની ઉત્તરવહીઓ તપાસવામાં હજી દીવસો નિકળી જાય તેમ હોવાનું જાણકાર સુત્રોનું કહેવું  કેમ કે અંગ્રેજી માધ્યમના પુરતા શિક્ષકો પરિક્ષણ કામગીરીમાં જોડાયા નથી. જોઈએ તેના કરા ઓછા શિક્ષકો પરિક્ષણ કામગીરીમાં જોડાયા છે.

Related posts

હાઉસીંગ બોર્ડના કવાર્ટરધારકને 13.13 લાખનું ટેકસ બીલ

Nawanagar Time

ફિક્સ પગારદારો ‘નોટા’ દબાવશે

Nawanagar Time

જામનગરમાં ઇન્દ્રજાળ, હાથાજોડી સહિતની અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિનો જથ્થો

Nawanagar Time

Leave a Comment