Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સહિતના નવ ઠરાવો મંજૂર કરાયા

in-the-general-meeting-of-khabalaria-municipality

ખંભાળિયા:-ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નં. 9 મુબજની સામાન્ય સભા મંગળવારે યોજાઇ હતી. પાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન અમિતભાઇ શુકલના અધ્યક્ષ સ્થાને અહિંની નગરપાલિકાના સભાગૃહ ખાતે  આ બજેટ બેઠકમાં આગામી વર્ષના બજેટ સહિતના નવ એજન્ડા મુજબના ઠરાવો મંજૂર કરાયા હતાં.

ખંભાળિયા નગરપાલિકાની બજેટ બેઠકમાં મંગળવારે સાંજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. આ મિટીંગમાં 28 પૈકી 26 સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. જયારે બે સદસ્યોનો રજા રિપોર્ટ આવ્યો હતો.

આ બેઠકના પ્રારંભે પુલવામાં હૂમલામાં શહીદવીરોને બે મિનીટનું  પાડી, શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકાના એકાઉન્ટન્ટ દ્વારા તૈયાર થયેલ આગામી વર્ષ 2019-2020નું અંદાજપત્ર ચીફ ઓફીસર હસ્તે પાલિકા પ્રમુખ સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં સરકાર તરફથી જુદા-જુદા વિકાસ કામો માટે અંદાજીત રૂા.33.70 કરોડની ગ્રાંટ મળવા સાથે અંદાજીત રૂા.46.31 કરોડના ખર્ચે રોડ, ગટર, પાણી-પુરવઠા નવિનીકરણ, જાહેર બાગ, બગીચાની સુધારણા  બાબતનું આવક-ખર્ચનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે આગામી વર્ષના અંદાજપત્રમાં વર્ષની શરૂઆતની ઉઘડતી સિલક રૂા.23.60 કરોડ સાથે રૂા.49.66 કરોડની ઉપજ મળી, કુલ રૂા.1.83 કરોડની પુરાંતલક્ષી બજેટમાં કુલ રૂા. 71.44 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.

આ સાથે આ બજેટ બેઠકમાં આગામી સામાન્ય સભા તથા કારોબારી કમિટીની ત્રણ બેઠકને  ઉપરાંત નગરપાલિકાના રોજમદાર અને ફીકસ વેતનના કર્મચારીઓના હાઇકોર્ટમાં ચાલતા કેસ વચ્ચે નગરપાલિકાનાં હયાત સેટ-અપની જગ્યામાં સમાવેશ કરવા, આગામી સમયમાં સંભવિત અછતના આયોજન, નગરપાલિકા જર્જરીત ગાર્ડનના રિનોવેશન સહિતના કુલ નવ ઠરાવો પસાર કરાયા હતાં. આ બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફીસર એ.કે. ગઢવીની ઉપસ્થિતીમાં બેઠકનું સંચાલન કમિટી કલાર્ક રાજુભાઇ વ્યાસ દ્વારા કરવામાં  હતું.

Related posts

આધારકાર્ડની કામગીરી ઠપ, જિલ્લાભરમાં અનેક લોકોને સમસ્યા

Nawanagar Time

ખંભાળિયામાં જુગાર રમતા યુવા ભાજપ કાર્યકર સહિત ચાર ઝડપાયા

Nawanagar Time

જામનગરમાંથી કોંગ્રેસને જબરી લીડ મળશે: મુળુભાઈ

Nawanagar Time

Leave a Comment