Nawanagar Time
ગુજરાત જામનગર

હાલાર પંથકમાં મનરેગા યોજનામાં 25 હજાર પરિવારથી વધુને રોજગારી મળી

in-the-halaar-diocese-more-than-25-thousand-families-get-employment-in-the-mnrega-scheme

જામનગર:-સરકાર દ્વારા અપુરતા વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્યના 251 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ત્રણ અને જામનગરના બે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અછતગ્રસ્ત તાલુકાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રિય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત પ્રથમ 100 દિવસની રોજગારી પુરી પાડવામાં આવી છે.અને હવે 50 દિવસની રોજગારી આપવામાં આવશે.બન્ને જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રાહતના કામો ચાલુ છે.અને અત્યાર સુધીમાં 25712 પરિવારોને રોજગારી પુરી પાડી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ તાલુકાને અછતગ્રસ્તમાં આવરી લેવામાં આવ્યા છે.જેમાં અત્યાર સુધીમાં 14581 પરિવારને રોજગારી પુરી પાડવામાં આવી છે.અને જેના થકી 1,75,276 માનવદિન ઉત્પન્ન થયા છે.અને જે પરિવારોને 1126.93 લાખનો ખર્ચ પણ ચુકવી દેવામાં આવ્યા છે. જ્યારે મનરેગામાં જામનગર જિલ્લામાં 11131 પરિવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે.અને 14.44 લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે.જ્યારે 1.4 કરોડનું ચુકવણું બાકી છે.જે બાકી રહેતા પરીવારોને કરવામાં આવશે.જિલ્લાના બન્ને તાલુકામાં 6,37,243 માનવદિન ઉત્પન થયા છે.જેમાં પુરૂષના 368672 માનવદિન અને મહિલાઓના 268571 માનવદિવસ નોંધાયા છે.મનરેગામાં 100 દિવસની રોજગારી વધારીને 150 દિવસની કરવામાં આવી છે.જેનો અમલ દ્વારકા અને જામનગરમાં પણ કરવામાં આવ્યો છે.જે પરિવારોને 100 દિવસની રોજગારી આપી દેવામાં આવી છે.તેવા પરિવારોને હવે વધારાના 50 દિવસની રોજગારી આપવામાં આવશે. જામનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 28 આંગણવાડી બનાવવાની છે.તેમાં 12 આંગણવાડી કેન્દ્રનું કામ પુર્ણ થયું છે.

Related posts

ઘુમલી આશાપુરા માતાજીના મંદિરમાં લૂંટ-પૂજારીની ઘાતકી હત્યા

Nawanagar Time

મહા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા મહાપાલિકાએ વોર્ડ વાઇઝ ઇજનેરોને જવાબદારી સોંપી

Nawanagar Time

થર્ટી ફર્સ્ટ પૂર્વે જામનગર-જામજોધપુર પંથકમાં દારૂના વ્યાપક દરોડા

Nawanagar Time

Leave a Comment