Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુરમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને વાહને ચગદી નાખ્યા

in-the-jamjodhpur-the-elderly-got-aggravated-by-walking

જામનગર:-જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા  વહેલી સવારે વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધને અજાણ્યા વાહને ઠોકર મારી ગંભીર ઇજા પહોંચાડતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુર તાલુકા મથકે ગઈકાલે રવિવારે સવારે પાંચેક વાગ્યે તિરૂપતિ સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ સામજીભાઈ અમૃતિયા ઉવ 70 ઘરેથી  કરવા નીકળ્યા હતા. દરમિયાન ઘર નજીકના કેનાલ વાળા પુલિયા પાસે મધર ટેરેસા સ્કૂલ નજીક કોઈ વાહને આ વૃદ્ધને જોરદાર ઠોકર મારી માથાના ભાગે ગંભીર  તથા બંન્ને પગના અંગુઠા પાસે સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવ અંગે  પુત્ર ભાવેશભાઈએ જાણ કરતા સ્થાનિક પોલક્ટ્સ દફ્તરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માત નિપજાવી નાશી ગયેલા અજાણ્યા વાહન કેહલક સામે મૃતકના પુત્રએ   સ્થાનિક પોલીસ સમક્ષ આઈપીસી કલમ  કલક 279,304 (અ)તથા એમવી એકટ 184,134 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઇન્ચાર્જ પીઆઈ જે કે મોરી સહિતના સ્ટાફે તપાસ  ધરી છે. મૃતક દરરોજ સવારે ગીંગણી રોડ ઉપર ચાલવા જતા હતા. ગઈ કાલે અજાણ્યા વાહને ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.

Related posts

નવા ચાર કોરોનાના કેસ: પૂર્વ નગરસેવકનું પણ શંકાસ્પદ મોત?

Nawanagar Time

રણજીતસાગર ડેમ નજીક ભરડિયામાં જોખમી બ્લાસ્ટિંગ

Nawanagar Time

દ્વારકા-ઓખામાં ટીમોને પાણીચોરો પર તૂટી પડવા આદેશ

Nawanagar Time

Leave a Comment