Nawanagar Time
ગુજરાત જામનગર

ખીજડીયા અભ્યારણ્યમાં 2.80 લાખ પક્ષીઓ બન્યા જામનગરમાં મહેમાન…

in-the-khejadiya-sanctuary-2-80-lakh-birds-have-become-jamnagar-guests

જામનગર:-આ વર્ષે ચોમાસુ નબળું રહ્યું હોવા છતાં પણ જામનગર નજીક ખીજડીયા બર્ડ સેન્ચુરીમાં મોટી માત્રામાં પક્ષીઓ આવ્યા છે. ખાસ કરીને યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવ્યા છે. દેશી પ્રજાતિના પક્ષીઓ અહીંના મહેમાન થયા છે. પક્ષીઓ જોઈને પક્ષી પ્રેમી રોમાંચીત થઇ ગયા છે. સત્તાવાર વસતિ ગણતરી મુજબ આ વર્ષે 3 લાખ જેટલાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા હોવાનું જાહેર કરાયું છે.

ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખારા પાણીના, મીઠાપાણીંના, વૃક્ષ ઉપરના, ભૂચરના પક્ષીઓ વસવાટ કરે છે, આ વર્ષે અફઘાનિસ્તાન, યુરોપ, આફ્રિકા, ઇરાન-ઇરાક, પાકિસ્તાન, સાયબેરિયાથી યાયાવર પક્ષીઓ ખીજડિયાના મહેમાન બન્યા છે. બર્ડ વૉચર જયપાલસિંહ જાડેજા તથા પક્ષી પ્રેમી દિવ્યાબેન રાણા જણાવે છે કે, ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પેલીકન, વૈયા, ફ્લેમિંગો, મોટી ચોટલી ડૂબકી, જલમંજર, પેઇન્ટેડ સ્ટોર્ક, કુંજ, કરકરા, સોલેવર, અનેક પ્રકારના બતક, નાના મોટા 150 થી વધારે પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે.

ખીજડિયા આરએફઓ નિલેશ જોશીના જણાવ્યા મુજબ ગત વર્ષે પક્ષી ગણતરી થઇ હતી ત્યારે જીલ્લામાં મીઠાપાણી અને ખારા પાણીના થઇ કુલ 3 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. મુખ્યત્વે કુંજ, કાંજીયો, પીળી ચાંચ ઢોક, રોઝા પેસ્ટર ફૂટ વિગેરેનો સમાવેશ થાય છે. જામનગરના રાજવીએ 1920માં દરિયાની ખારાશ અટકાવવા બેડીથી છેક જોડિયા સુધીનો એક પાળો બનાવ્યો હતો.આ પાળાની એક તરફ ખારા અને એક તરફ નદીનું મીઠું એટલેકે (વરસાદી પાણી) ભરાય છે. એટલે કે ખીજડિયામાં પક્ષીઓની ભરપૂર વિવિધતા જોવા મળે છે, જે જોવા માટે પક્ષી પ્રેમીઓ વહેલી સવારે ઉમટી પડે છે,

અહીં જંગલના પક્ષી,મીઠા-ખારા પાણીના પક્ષી, કાદવ કીચડના પક્ષી, શિકારી પક્ષી, ભૂચરના પક્ષી, મેદાનના પક્ષી, વૃક્ષ ઉપર માળો કરતા પક્ષી, એમ ભરપૂર જૈવિક વિવિધતા સભર પક્ષીઓ વસવાટ કરે છે, જે નજરે જોઈને પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠે છે. ખીજડીયા બર્ડે સેન્ચુરીમાં કેટલાય પક્ષીઓએ અહીં માળા કર્યા છે એ તેમાં બચ્ચાં પણ થઇ ગયા હોવાનું જણાવી ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયાએ જણાવ્યું હતું કે, અહીં 6 કિમિ વર્ગમાં ફેલાયેલું ખીજડીયા પક્ષી અભયારણમાં પક્ષીઓનું વૈવિધ્ય ખુબ જ મોટું છે.ચાર માસ બંધ રહ્યા પછી તાજેતરમાં જ ખુલ્લું મુકાયા બાદ 4 હાજર જેટલા રાજ્ય, આંતર રાજ્ય અને વિદેશીઓ એ મુલાકાત લઈ ચુક્યા છે.

Related posts

બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને પરિણીતા પર કુકર્મ

Nawanagar Time

ભાજપના શાસનમાં છેવાડાના જામનગરની અવ્વલ નોંધ લેવાઈ: પૂનમબેન

Nawanagar Time

બોલો….ચોમાસા ટાણે જ વૃક્ષ કાપવાનું મશીન બંધ

Nawanagar Time

Leave a Comment