Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ યુવા ઉમેદવારો પસંદ કરશે

in-the-lok-sabha-elections-bjp-congress-will-choose-young-candidates

ગાંધીનગર:-ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનોની બોલબાલા હશે તેવું પાર્ટીના સિનિયર નેતાઓ કહી રહ્યાં છે. ભાજપના હાલના સંસદસભ્યો અને કોંગ્રેસના ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના સ્થાને નવા ઉમેદવારોની ખોજ ચાલી રહી છે. બન્ને પાર્ટીમાં 12થી 15 ઉમેદવારો બદલવાના હોવાથી યુવા નેતાઓને તક મળે તેવું લાગી રહ્યું છે.

ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે પાર્ટીના સિનિયર સંસદસભ્યો કે જેઓ ત્રણ થી વધુ વખત પાર્લામેન્ટમાં રહ્યા હોય અને તેમના મતવિસ્તારમાં અપ્રિય બન્યા હોય તેમને ટિકિટ આપવામાં આવશે નહીં, કારણ કે આ વખતે ગુજરાતમાં 10થી 12 બેઠકોનું નુકશાન થવાની દહેશત છે. ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવાનો દાવો કર્યો છે ત્યારે પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં વધારે માઇક્રો પ્લાનિંગ કરવું પડશે.

બીજી તરફ કોંગ્રેસ જીતી શકે તેવા ગઈ ચૂંટણીમાં હારી ગયેલા સાતથી દસ ઉમેદવારોને ફરીથી ટિકિટ આપી શકે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી હાર્દિક પટેલ અને તેના બીજા એક સાથીદારને ટિકિટ આપવાનું મન બનાવ્યું છે. હાર્દિક પટેલ લોકસભા લડવા માગે છે. તેણે તાજેતરમાં એક ટીવી ચેનલને દાવો કર્યો હતો કે હું લોકસભાનો ઉમેદવાર છું. ખૂબ જ ટૂંક સમયમાં હું રાજનીતિમાં પ્રવેશવાની સત્તાવાર જાહેરાત કરીશ.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે પાર્ટીએ પાંચથી સાત ધારાસભ્યોને પણ ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. વિધાનસભામાં આ બેઠકો ખાલી થતાં પાર્ટીએ ગઈ વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા અર્જૂન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપે તેવી સંભાવના છે. પાર્ટી ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરીને લોકસભા લડાવવાના મૂડમાં છે. કોંગ્રેસના હાઇકમાન્ડે પ્રદેશ એકમ પાસેથી લોકસભાના ઉમેદવારોની પસંદગી યાદી મોકલવાનું ફરમાન કર્યું છે.

Related posts

દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખે પક્ષાંતર મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Nawanagar Time

ભાજપના કાર્યકરો સાથે પીએમ મોદીનો મહાસંવાદ

Nawanagar Time

ગુજરાતમાં દારૂબંધી ફારસરૂપ: ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસમાં 65 ટકાનો વધારો

Nawanagar Time

Leave a Comment