Nawanagar Time
ગુજરાત જામનગર

મ્યાંઉં… મહાપાલિકામાં બિલાડીને દૂધના રખોપા !

in-the-metropolitan-municipality-the-cats-milk-screws-2

જેની સામે તપાસ પેન્ડિંગ છે તે અધિકારી કરે છે તપાસ

જામનગર:-જામનગર મહાપાલિકામાં ચર્ચાસ્પદ બનેલાં એક ઉચ્ચ અધિકારી પાસે પોતાની સામે તપાસ હજૂ પેન્ડીંગ છે, તેવા સમયે ત્રણ-ત્રણ કેસના તપાસ આ અધિકારી કરી રહ્યાં છે. બીજા શબ્દોમાં દૂધના રખોપા બિલાડીને એવો ઘાટ ઘડાયો છે.

કોઇ માણસ પોતાના પરિશ્રમથી લાયકાતથી પ્રગતિ કરે તો તેને ચોકકસ બિરદાવાય પરંતુ  કચડીને શોર્ટકટ પકડીને કે ખાઇને ખવડાવીને સડસડાટ પ્રગતિ કરે તો તે અંગે શંકા-કુશંકા આક્ષેપો બધુ જ થાય તેમાં કંઇ નવાઇ નથી, કોર્પોરેશનના ઇન્ચાર્જ ડીએમસીનું પણ કંઇક એવુ જ છે સડસડાટ પ્રગતિમાં કારસા અને કારનામા જ ધરબાયેલા છે. 32 વર્ષ પહેલા સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ભરતી થઇ સફાઇ કામદારોની હાજરી  ઠેબા ખાતા ભાઇને તેમાં ખાસ કંઇ સોરવતું ન હતું અને દિમાગ તો શૈતાની પહેલેથી જ અને આપણી કહેવતની જેમ બહાર તેથી અનેક ગણા અંદરની જેમ સાર્થક કરનારઆ અધિકારીને થોડા સમયમાં પ્રમોશન મળી ગયું ત્યારે તેને સમાંતર બે કામ કર્યા માથાને પાળ્યા પોસ્યા, સતા જેમના હાથમાં રહેતી હતી તેમના વ્હાલા  રહ્યાં માટે ભાઇ થોડા સમયમાં આસિસ્ટન્ટ કમિશ્નર છેક એ.સી. સુધી પહોંચી ગયા અને તમામ મહત્વના દફતર પોતે સાચવવા લાગ્યા હતાં.

જયાં જયાં મલાઇ દેખાય તેવા પ્રકરણ ફાઇલ અને ત્યાં સુધી કે પોતાની તપાસ હજૂ પુરી નથી થઇ તો ત્રણ કેસના તપાસનીશ અધિકારીપણ છે પોતાની હસ્તક રાખવાના કાર્યાલય આદેશો કરાવતા  બીજી તરફ પોતાની દિમાગથી ગ્રાન્ટના ચકરડા ફેરવવામાં માહિર હોઇ તેમાંથી લાભ અપાવવા ત્રણ દાયકામાં અમુક અમુક પદાધિકારીઓ પ્રજાપ્રતિનિધિઓને ખુબ જ સંતોષ આપતા ગયા અને પોતે વધુને વધુ મજબુતાઇ મેળવતા ગયા અને ત્યાં સુધી કે બીજા માટે મલાઇ તારવે અને પોતે થોડા ભુખ્યા રહે? પોતે પણ પાછુ વાળીને જોયું નહીં

આ ઉપરાંત કોર્પોરેશનના થોકબંધ લીગલ પ્રકરણમાં એવી આંટી ઘુંટીઓ સર્જતા રહ્યાં કે કોર્પોરેશનને કોઇ દેખીતો ફાયદો હજૂ સુધી કરાવ્યો જ નહીં અને નુકશાન જંગી કરાવતા રહ્યાં અને કોર્પોરેશનને જેઓની સામે કાનૂની જંગ માંડયો હોય તેવાઓને પોતે સલાહ આપે કે તમે આમ કરો ઉની આંચ નહીં  આવા અનેક કેસમાં કોર્પોરેશનને ભોં પછડાટ મળી છે તો પદાધિકારી કે તેના બોસની આંખ ન ઉઘાડી કેમ કે કાંતો એમાંથી કોઇને સ્વાર્થ હતો, કાં તો કોઇને દબાણ હતું કાંતો કોઇ બેદરકારી રાખી આપણે શું ? ની ભૂમિકામાં હતાં. ત્યારે તપાસો બાકી છે. ચાર્જશીટના નિકાલ થયા નથી છતાંય નિવૃતિના આરે  આ અધિકારીએ લાખો રૂપિયાના હક હિસ્સા લઇ તગડું પેન્શન મેળવવા પેન્શન સેટ મંજુર કરાવી પણ લેશે કોઇ ટચ પણ નહીં કરી શકે તેવુ અભિમાન તેમના હાવભાવમાં છલકે છે. ઢોરનો ડબ્બો, આંગણવાડી, આરોગ્ય, હિસાબ, મઘ્યાહન ભોજન, મહેકમ (બદલી, બઢતી, ભરતી, નિમણુંક) લીગલ સહિત જેટલા વિભાગ સંભાળે છે તે તમામમાંથી અનેક  તેની ગેરરિતી ના નીકળે તેમ છે.

કવિ ગંગ કહે… પાપ છૂપે નહિં ભભૂત લગાયે..!

સામાન્ય રીતે રોજ બરોજના વ્યવહારમાં અને અમુક મુલાકાતીઓ અને સ્ટાફ સાથે તત્વજ્ઞાનની વાતો કરનાર આ અધિકારી દર પૂનમે કાળિયા ઠાકોરને માથું નમાવવા નિયમિત જાય છે. ત્યારે જાણીતી ઉકિત મુજબ કવિ ગંગ કહે સુન શાહ અકબર છૂપે નહિં ભભૂત લગાયો.. ગમે તેટલા આડંબર અધિકારીને દૂધે ધોયેલા’ તો નહિં કરે પરંતુ ભિતી એ સિવાય છે કે તેના વિરોધીઓ જો શમી નહીં જાય તો નોકરીમાંથી ઉતરવા વખતે નિવૃતિ વખતે કંઇ ખેલ પડી જાય અને હેરાન ન થઇ જાય તેની ચિંતામાં હશે.

Related posts

વિજયભાઇ રૂપાણી જામનગરમાં

Nawanagar Time

ભારત બંધના એલાન વચ્ચે કાલાવડ યાર્ડમાં મગફળીની ધીંગી આવક

Nawanagar Time

જામનગરના પાઘડી-સાફાના કસબીને મળ્યો ગ્લોબલ આઈકોન એવોર્ડ

Nawanagar Time

Leave a Comment