Nawanagar Time
ગુજરાત જામનગર

ખનિજ ચોરી પ્રકરણમાં આરોપીના ભાઈએ પોલીસ મથકમાં ઝેર ગટગટાવી લેતાં દોડધામ

in-the-mineral-theft-case-the-brother-of-the-accused-ran-away-with-poison

અલિયાબાડા નજીક ખાણ-ખનિજ વિભાગે ખનિજ ચોરી મામલે પોલીસ પુત્રને રંગેહાથ ઝડપી લીધાં બાદ વિવાદ: 70 હજારની લાંચ માંગ્યાનો આરોપ

જામનગર:-જામનગર નજીક અલિયાબાડા ગામે ગઈકાલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા ખનિજ ચોરી મામલે એક ટ્રક ચાલકને રંગે હાથ ઝડપી લઈ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. આ બનાવમાં ફરિયાદ મામલે પોલીસ વિભાગ અને ખાણ-ખનિજ વિભાગ સામસામે આવી ગયાં બાદ પકડાયેલા આરોપીને ટિફીન આપવા આવેલા સગા ભાઈએ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ ઝેરી દવા ગટગટાવી લેતાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ તેમજ ખાણ-ખનિજ વિભાગમાં દોડધામ થઈ પડી છે. જો કે, આ મામલે ખાણ-ખનિજ વિભાગે 70 હજારની લાંચ માંગ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે જામનગરના ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઈન્સ્પેકટર અશોકભાઈ ચૌધરી, માયન્સ સુપર વાઈઝર જીગર ઠક્કર ગાર્ડ ભગાનસિંહ જાડેજા અને ગાડી ડ્રાઈવર રફીકભાઈ સાથેની ટીમ ચેકીંગમાં નીકળી હતી. ત્યારે અલીયાબાડાગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરલા નિકળેલા ડમ્પરને રોકવાની કોશિષ કરી હતી. પરંતુ ચાલક ડમ્પર ન રોકીને નાશી છુટયો હતો. જે બાદ ખનીજ ખાતાની ટીમે તેનો પીછો કરતાં તેની ગાડીને પણ ઠોકર મારવાની કોશિષ કરી હતી. છતાં ખાણ ખનીજ ખાતાની ટીમે તેનો પીછો કરીને રેતીના ડમ્પરની આગળ કરીને રોકી લીધો હતો. તેની સાથે ખનીજ ખાતાના સીક્યુરીટી ગાર્ડને બેસાડીને પોલીસ સ્ટેશને લઈ લેવાનું કહ્યું હતું. જે બાદ ચાલકે ડમ્પરને પલ્ટી ખવડાવવાની કોશિષ કરતાં ડમ્પર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગયું હતું. જેમાં ગાર્ડને મુંઢ ઈજા પહોંચી હતી. ચાલક ડમ્પરમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો.

બાદમાં ખનીજ ખાતાની ટીમ પંચકોશી એ ડિવિઝને ફરીયાદ નોંધાવવા જતાં પીએસઆઈ ડાભીએ તેની ફરીયાદ ન લીધી હતી. જેથી ખનીજ ખાતાની ટીમ ત્યાંથી ગાર્ડની સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં. આ બનાવથી જામનગરમાં સારી એવી ચકચાર વ્યાપી ગઈ છે.

બીજી તરફ આ બનાવ બાદ પોલીસે બન્ને ખનિજ ચોરોને પોલીસ મથકે બોલાવી લીધાં હતાં. જે પૈકી એક પોલીસ પુત્ર હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં આ પ્રકરણમાં પોલીસ પુત્રને સાંજે ટિફીન આપવા આવેલા દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજાએ કોઈપણ કારણોસર પોલીસ મથકના પટ્ટાંગણમાં જ ઝેરી દવા પી લેતાં દોડધામ મચી ગઈ હતી અને હાલમાં દિવ્યરાજસિંહ જાડેજાને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ ચકચારી પ્રકરણમાં ઝેરી દવા ગટગટાવી લેનાર દિવ્યરાજસિંહ જાડેજાએ ખાણ-ખનિજ વિભાગ વિરૂદ્ધ રૂા.70 હજારની લાંચ માંગી હોવાની પણ આરોપ લગાવતાં હાલ જામનગરમાં ખનિજ ચોરીનો આ બનાવ ચર્ચાને ચકડોળે ચડ્યો છે.

Related posts

જોડિયામાં પિતા બન્યો હેવાન: 11 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી

Nawanagar Time

જીજીની ગર્લ્સ હૉસ્ટેલમાં આગનું છમકલું: અફડા-તફડીનો માહોલ

Nawanagar Time

સોશિયલ ડીસ્ટન્સનો ભંગ

Nawanagar Time

Leave a Comment