Nawanagar Time
ગુજરાત જામનગર

મોબાઈલની દુકાનમાં ધમધમતો વર્લીનો જુગાર ઝડપાયો

in-the-mobile-shop-the-gambling-of-the-celebrated-varli-is-captured

અડધા લાખની મુદ્દામાલ સાથે એક ઝડપાયો : છ શખ્સ ફરાર

જામનગર:-જામનગરમાં ખંભાળિયા ગેઇટ નજીક આવેલી એક મોબાઇલની દુકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી વરલીના નેટવર્કને ઉઘાડું પાડ્યું છે. પોલીસે દુકાન અંદર વરલીના આંકડા લખી-લખાવી જુગાર રમતા રમાડતા એક  અડધા લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન છ શખ્સો ફરાર થઇ ગયા હતાં. પોલીસે છ શખ્સોની શોધખોળ હાથ ધરી તમામની ધરપકડ કરવા કાયદાકીય કાર્યવાહી કરી છે. જામનગરમાં ખંભાળિયા ગેટ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી આ  આધારે પોલીસે દરોડો પાડ્યો હતો . એસ કે મોબાઈલ નામની દુકાન પાડવામાં આવેલા દરોડા દરમિયાન વરલી મટકાના જુગારનું નેટવર્ક સામે આવ્યું હતું. આ દુકાનમાથી પોલીસે વરલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમતા રમાડતા અમીનભાઇ, કાળુભાઇ, બાબુભાઇ, મનીશ રસોયો, સંદિપ કાંતીલાલ કનખરા અને લખન નામના શખ્સો ફરાર થઇ ગયા હતા.

તમામ શખ્સોને કબ્જામાંથી વર્લી મટકાના જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂ 48,500 તથા મોબાઇલ નંગ-2 કિં.રૂ.10, 000  મળી કુલ રૂ 58, 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ફરાર થયેલ શખ્સોને પોલીસે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related posts

શાકભાજી બાદ હવે વિવિધ દાળનાં ભાવ વધ્યા

Nawanagar Time

કોવિડ વોર્ડમાંથી નાસી છૂટેલો આરોપી ભીમડી ઝડપાયો

Nawanagar Time

જેએમસીમાં કોરોના ટેસ્ટ બાદ જ એન્ટ્રી

Nawanagar Time

Leave a Comment