Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂતના મુદ્દે ‘પાસ’ રિલાયન્સ, એસ્સાર સામે લડી લેવાના મૂડમાં

in-the-mood-of-the-pass-reliance-on-the-issue-of-farmer-against-essar

અનામત બાદ હવે ખેડૂતોને હક્ક અપાવવા પાટીદાર અનામત આંદોલન સમિતિ મહાકાય આંદોલન છેડવા તૈયાર

જામનગર:-અનામત મુદ્દે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંદોલન ચલાવ્યા બાદ પાટિદાર અનામત આંદોલન સમિતિ (પાસ) હવે ખેડૂતોના મુદ્દે રિલાયનસ અને એસ્સાર જેવી મહાકાય કંપનીઓ સામે આંદોલન છેડવા જઇ રહી છે.

‘નવાનગર ટાઇમ’ની મુલાકાતે આવેલા જામનગર પાસના ક્ધવીનર અંકિત ઘાડિયા અને સહક્ધવીનર પ્રવિણ પેઢડિયાએ કહ્યું હતું કે, જામનગર જિલ્લાના ખેડૂતોને નુકશાન પહોંચાડતી કંપનીઓ સામે આગામી સમયમાં મસમોટુ આંદોલન છેડવામાં આવશે. વર્તમાન સમયમાં જિલ્લાના ખેડૂતોની જમીનો મોટી કંપનીઓએ ફેલાવેલા પ્રદુષણના કારણે પ્રદુષિત થઇ ચુકી છે. પરિણામે ખેતીને નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. જેથી આગામી દિવસોમાં હાર્દિક પટેલની આગેવાની હેઠળ મહાકાય કંપનીઓ સામે આંદોલન કરવામાં આવશે.

નોંધનિય છે કે, તાજેતરમાં જામનગરના ઠેબા બાયપાસ ચોકડી ખાતે યોજાયેલા ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે રિલાયન્સ સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા. એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ સામે હાર્દિક પટેલે લડત લડવા માટે રણશીંગુ ફુંકયુ હતું અને ગંભીર આક્ષેપો કર્યા હતાં. રિલાયન્સ રિફાઇનરીના કારણે આજુબાજુના ગામડાઓમાં પ્રદુષણનું પ્રમાણ ભયંકર સ્તરે પહોચી ગયું છે. પ્રદુષણના કારણે વરસાદનો અભાવ છે અને લોકોની હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ સામે લડતનો સમય પાકી ગયો છે તેવું હાર્દિક પટેલે કહ્યા બાદ હવે પાસ આ મુદ્દે જામનગરમાં મહાકાય આંદોલન કરવા જઇ રહ્યું છે. મંચ પર ઉપસ્થિત આગેવાનોએ કંપનીઓના પ્રદુષણના કારણે ખેતીને થઇ રહેલા નુકશાન મુદ્દે જંગ છેડવાની હાકલ કરી હતી. હવે આ જંગ વધુ ઘેરી બનવા જઇ રહી છે. અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતિએ યુવાનોના હક્કના મામલે સરકાર સામે આંદોલનના કારણે સરકારને અનામત મુદ્દે પગલા લેવાની ફરજ પડી હતી. હવે પાસ ખેડૂતોને નુકશાન પહોંચાડી રહેલી કંપનીઓ બાબતે લડી લેવાના મુડમાં છે.

Related posts

લાલપુર બાયપાસ ઉપર સ્પિડ બ્રેકરના ખિલ્લાથી ફટાકિયા

Nawanagar Time

ઓડિટ શાખાના શ્રીમંત કોન્ટ્રાકટરોને મુતરડીમાં બોલાવી વહીવટ માંગે છે

Nawanagar Time

ધનવન્તરિ પૂજન

Nawanagar Time

Leave a Comment