Nawanagar Time
ગુજરાત જામનગર

મહાપાલિકાના ઈન્ચાર્જ ડીએમસી ‘હિસાબ’ આપવામાં ઢીલા-ઢફ

in-the-municipal-corporations-in-charge-dmc-the-loopholes-of-accounts

વાહન લોન મંજુર કરાવી બાદમાં બધુ જ અદ્ધરતાલ-હિસાબ જેવી ગંભીર બાબતે ઘોર બેદરકારી

જામનગર:-જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના ડીએમસી હેઠળની મેઇન-એસ્ટા વગેરે બ્રાંચો કર્મચારીઓના કપાત-એડવાન્સ વગેરે હિસાબોમાં ખુબ અનિયમીત હોવાનું બહાર આવ્યું છે. વરસોથી આ ઉચ્ચ અધિકારીની  બ્રાંચોમાં અનિયમીતતા- બેદરકારી- ગેરરિતી- હિસાબી અનિયમિતતાઓ વગેરે કરે છે અને તમામને વિરાટ ઓથ છે ત્યારે ઓડીટ પેરાઓને પણ ધોળીને પી જતા હોવાનું રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે.

સાતસોથી વધુ કાયમી-રોજમદાર કે ફીકસ પગારદાર અધીકારીઓ-કર્મચારીઓમાંથી અસંખ્યની અનેક કારણોસર કપાત હોય, ઇન્ક્રીમેન્ટ અટકાવ્યા હોય, દંડ વગેરે હોય તસલમાત સરભર કરવાની હોય  અનેક બાબતો પગાર બીલ વખતે ઘ્યાને લેવાની ફરજીયાત હોય છે પરંતુ ઉચ્ચ અધિકારીની ઓથ ના કારણે તમામ ઓ.એસ. મોટાભાગના કર્મચારીઓની માલ હિસાબી બાબતે બેદરકારી દાખવે છે માટે આ ઇન્ચાર્જ ડીએમસી તો જવાબદાર છે સાથે ઓ.એસ. એટલે કે, કચેરી અધીક્ષક પણ એટલા જ જવાબદાર છે. અમુક કચેરી અધીક્ષકને નોટીસો પણ  છે તેમણે ગાઇ જવામાં આવી છે.

મોટાભાગે હિસાબમાં ગેરરિતી કરનારી આ શાખાની વિચીત્રતા એ છે કે અમુક કર્મચારીઓને પેન્શનમાં લાંબા કરી દે છે, અમુકના પગાર ટલ્લે ચઢાવે છે, અમુકમાં પગારમાં ખુબ વિલંબ કરાવે છે, અમુકને બિનજરૂરી કપાત કરાવે છે અને ટુંકમાં માનીતાઓને લ્હાણી અને અણમાનીતાઓને રાજ્યની (અ) નિતિ અખત્યાર  છે. ઓડીટે નોંઘ્યુ છે કે સીતેર જેટલી વાહન લોનના પ્રકરણો છે જેમાં લોન મંજુર થઇ હોય અપાઇ ગઇ હોય લોનની રકમ મળી ગઇ હોય બાદની  કાગળો કબ્જે રાખવા-હપ્તા વસુલવા વગેરે બાબતે કંઇ દરકાર જ કોઇ લેતુ નથી.

અમુકતો માત્ર વાહન લોન પેટે એડવાન્સ અપાયાના કિસ્સા છે બાદમાં તેની કોઇ  સરભર કે એવું કંઇ થતુ નથી સંખ્યાબંધ કર્મચારીઓના વરસોથી એલ.ટી.સી.ના પ્રકરણો, એરિયર્સના પત્રકો, પ્રોવિન્ડ ફંડ કપાત, મળવાપાત્ર ભથ્થાઓ સહિતના મુદે આ બ્રાંચની કોઇ પારદર્શીતા નથી અને દસ્તાવેજો સાથે- હિસાબ અને પગાર પત્રક રજૂ કરાતા નથી તે અંગે સંખ્યાબંધ ઓડીટ પેરા ફટકારાયા છે છતાં આ બ્રાંચે કોઇ દરકાર જ કરી

આમ ઈન્ચાર્જ ડીએમસી કોર્પોરેશનને નાણાંકીય નુકસાન પોતાની દેખરેખ નીચે જાણે નિયમીત કરાવે છે તેવું ચિત્ર ઉપસે છે ચોક્કસ તેના પાળેલા પોષેલાને થાબળ ભાણા અને નગમતાઓને હેરાનગતિનો અસંતુલીત અભિગમ કોર્પોરેશનના જાણકારોમાં ખુલ્લે આમ ચર્ચાય છે પરંતુ કોઇ તેની સામે પગલા લેતુ જ નથી આવા શોષણના નિષ્ણાંત પાસેથી નિવૃતિ પહેલા તમામ  કરવાની માંગ ઉઠી છે.

નોટિસ- સસ્પેન્સનમાં છેડછાડ

કર્મચારીઓ-અધિકારીઓની બાબત એવી છે કે, 60 ટકા સ્ટાફ એક કે બે વખત સસ્પેન્ડ થયેલ છે વામન પોતે પણ સસ્પેન્ડ થયેલ છે સંખ્યાબંધને નોટીસો મળેલી છે, અનેકને ચાર્જશીટ મળે છે. આ તમામ બાબતોએ અનેક શરતો ફાઇલ ઉપર નોંધાયેલી હોય છે દરમિયાન વાહન, આવા,  બનેલાઓ પાસેથી જંગી લાભ લઇ તેની સામેની ફાઇલ કલીયર કરાવે છે છેડછાડ કરે છે સ્લમના એક ઉચ્ચ અધિકારીએ વામનની મદદથી ચાર્જશીટ સમગ્ર ગુમ કરાવી દીધુ છે ફરીથી કોઇ જહેમત કરે તો ઘણા પર્દાફાશ થાય તેમ છે.

Related posts

આજથી એસટીએ પાંચ જિલ્લામાં બસો દોડાવી

Nawanagar Time

આદર્શ સ્મશાનમાં પૂરના પાણી ઘૂસતાં લાખોનું નુકસાન

Nawanagar Time

ભાટિયામાં તેર-તેર કલાકનું શટડાઉન: ગ્રામજનો ત્રાહિમામ્

Nawanagar Time

Leave a Comment