Nawanagar Time
ગુજરાત

ભાણવડ નગરપાલિકામાં હોદ્દેદારો વચ્ચેની હુંસાતુસીથી પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે

in-the-municipality-of-bhanvad-i-am-talking-about-peoples-issues-among-the-people

રણજીત પરામાં સ્ટ્રીટ લાઇટો બે માસથી વાંધે અને તકિયા પાડામાં ગટર ઉભરાવાનો પ્રશ્ર્ન છ માસથી વણ ઉકેલાયેલો

ભાણવડ:-ભાણવડ નગરપાલિકામાં હોદેદારો વચ્ચે લાભાલાભના મુદ્દે ભારે ધમાસાણ મચેલું છે.  બીજી તરફ શહેરમાં લાંબા ગાળાના કેટલાય પ્રશ્ર્નો યોગ્ય નિર્ણયો ન લઇ શકવાને કારણે પડતર પડયા છે જે શહેરીજનો માટે શિરદર્દ બની રહ્યાં છે.

ભાણવડના રણજીત પરાના વાછરા ડાડા ચોકથી વિકાસ રોડ પરની તેમજ સમગ્ર શિવનગરની સ્ટ્રીટ લાઇટો લગભગ એકાતરા બે દિવસે આખી આખી રાત બંધ રહે છે જે અંગે  વિસ્તારના જાગૃત નાગરિકોએ સભ્યોને, નગરપાલિકાના જવાબદાર વિભાગને તેમજ કર્મચારીઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકયું નથી અને રાત રાતભર અંધારપટ છવાયેલો રહેવાનો સીલસીલો યથાવત રહ્યો છે. પાલિકા ટેકનિકલ સ્ટાફને આ અંગે પૂછપરછ કરવામાં આવતાં એવું જણાવવામાં આવેલ કે ઘોડો આપમેળે પડી જવા જેવો સામાન્ય  છે પરંતુ પાલિકાના સતાવાહકો અને ખાસ કરીને હોદેદારોએ મચાવેલા નિજસ્વાર્થના ધમાસાણને કારણે આ સામાન્ય પ્રશ્ર્ન છેલ્લા આશરે બે માસથી ઉકેલાતો નથી. હોદેદારોની આંતરિક ટાંટીયા ખેંચના ચકકરમાં પડેલા આખા પાલિકા તંત્રને કારણે રણજીતપરાના શિવ નગર તેમજ વિકાસ રોડ પરના રહેવાસીઓ તેમજ ધંધાર્થીઓમાં ચોરી-ચકારીનો ભય ફેલાયેલો છે.

આવી જ હાલત વોર્ડ  તકિયા પાડાની છે જયાં લાંબા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા છે તેમાયે છેલ્લા છ માસના સમયમાં તો આ સમસ્યાએ ગંભીર સ્વરૂપ લઇ લીધેલું છે ભૂગર્ભ ગટરોના પાણી ઉથલો મારી હાઉસ કનેકશનો વાટે રીવર્સ ઘરોમાં ઘૂસી રહ્યાં છે અનેક લોક રજૂઆતો બાદ પાલિકાતંત્રએ આ અંગે નિરિક્ષણ કરેલ જે આશ્ર્વર્યજનક રીતે હજૂ  કક્ષાએથી આગળ જ વધ્યુ નથી અને ગટરો ઉભરાવાની શિરદર્દ સમી સમસ્યા જેમની તેમ છે પાલિકાતંત્ર સમસ્યાના નિરાકરણના સુફિયાણી વાતો તો પ્રજા વચ્ચે કરી જાય છે પરંતુ આયોજનોને અંજામ આપવામાં મહિનાઓ વિતી જાય છે.

Related posts

જામનગરમાં તાપમાનનો પારો ઊંચકાયો: છ દિવસમાં સાત ડિગ્રીનો વધારો

Nawanagar Time

ભરઉનાળે નર્મદા ડેમની સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો!

Nawanagar Time

ભાણવડમાં પણ ખાતરની થેલીમાં 400 ગ્રામ જેવી વજનની ઘટ

Nawanagar Time

Leave a Comment