Nawanagar Time
ગુજરાત જામનગર

નવાગામમાં એક વ્યક્તિ દેશી પીવા ગયો અને માર ખાધો…

in-the-new-gaam-a-person-went-to-drink-indigenous-and-ate

જામનગર:-જામનગરમાં દારૂના બંધાણી ઉપર બે બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું બહાર આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દેશી દારૂ પીવા ગયેલા શખ્સ પર પાઇપ વડે જીવલેણ હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ગાયત્રી ચોક ડાભી ફળીમાં રહેતા અને મજૂરી કામ કરતાં ભીખુ ઉર્ફે ભીખો લખમણભાઈ ડાભી ( ઉ.વ. 27 ) દેશી દારૂનો બંધાણી હોય ત્યારે નવગામ ઘેડના નીલકંઠ શાળા પાસે આરોપી બુટલેગર વિપુલ મકવાણા અને આનંદ મકવાણા પોતાના રહેણાંક મકાને દેશી દારૂનો ધંધો કરે છે. ભીખુ ઉર્ફે ભીખો ડાભી આરોપીઓના મકાને દેશી દારૂ પીવા ગયેલ જ્યાં આરોપી આનંદ મકવાણા વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ આરોપી વિપુલ મકવાણા તેમજ આનંદ મકવાણા ઉશ્કેરાઈ જઈ ભીખુ ડાભી ઉપર પાઇપ વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ભીખુ ડાભી ને માથાના ભાગે તેમજ શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. આ બાદ ભીખુ ઉર્ફે ભીખો ડાભીએ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.
સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દેશી દારૂ પીવા ગયેલા શખ્સ ઉપર બે બુટલેગરોએ માર માર્યો હોવાથી પોલીસે બંને આરોપીઓ વિપુલ મકવાણા તેમજ આનંદ મકવાણા વિરુધ્ધ આઈ.પી.સી. કલમ 323,504,506(2),114 મુજબ ગુનો નોંધી બંને ફરાર બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દારૂબંધીના ભલે દાવા કરે પરંતુ ગાંધીના ગુજરાતમાં આ બાબતે છડેચોક ઉલાળિયો થતું હોવાનું બહાર આવ્યું છે.

Related posts

ગાયોના હાડકા, ચામડામાંથી ભયંકર દૂર્ગંધ છૂટતા લોકોના આરોગ્ય પર ખતરો

Nawanagar Time

જામનગરમાં બે દિવસમાં 116 કોરોના પૉઝિટીવ: ચારના મોત

Nawanagar Time

જામજોધપુરના ગીંગણી ગામે જુગાર રમતી આઠ મહિલાઓ સહિત દસ આબાદ પકડાયા

Nawanagar Time

Leave a Comment