Nawanagar Time
ગુજરાત જામનગર

સિકયુરિટી નિંદ્રામાં, પશુઓ બન્યા પહેરેદાર

in-the-sleep-of-security-cattle-became-worn

જામનગર:-જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં રાત્રીના સમયે પશુઓ આંટા ફેરા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે જયારે આઇસીયુ બહાર સીકયુરીટી ન હોવી તેમજ લીફટ બંધ હોવાની સમસ્યાઓથી લોકો પરેશાન થઇ ગયા છે. સૌરાષ્ટ્રની નંબર-1 ગણાતી જામનગરની જી.જી.હોસ્પિટલ નિષ્ણાંત ડોકટરેથી પૂર્ણ છે. પરંતુ પ્રાથમિક સમસ્યાથી દર્દીઓ પરેશાન થઇ ચુકયા છે. અવાર-નવાર લીફટ બંધ થઇ જતા હોય દર્દીઓને સ્ટે્રચર સહીત સગા સબંધીઓ દાદરા ચડતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જી.જી.હોસ્પિટલમાં વધુ એક વખત બેદરકારી સામે આવી છે જેમાં રાત્રીના સમયે સિકયોરીટીના અભાવે હોસ્પિટલની અંદર ગાય આંટા ફેરા કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો હતાં. આઇસીયુ પાસે સીકયોરીટી કયાંય જોવા મળતી ન હતી. રાત્રે જાણે હોસ્પિટલની સિકયોરીટી સુતી હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ લીફટ પણ બંધ હાલતમાં હતી જો રાત્રીના સમયે ઇમરજન્સી કેસ આવે અથવા તો કોઇ કેવી પરિસ્થિતી સર્જાય તેવો પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા આવી બેદરકારી સામે શું પગલા લેવાશે તે તો જોવું જ રહ્યું.

 

in-the-sleep-of-security-cattle-became-worn
in-the-sleep-of-security-cattle-became-worn

 

in-the-sleep-of-security-cattle-became-worn
in-the-sleep-of-security-cattle-became-worn

 

Related posts

મહાપાલિકાની ઓફિસો, ટાઉનહોલ સુધીનો રસ્તો સેનેટાઈઝ

Nawanagar Time

ધમાલ ગલીમાં મનભરીને મોજ માણતાં જામનગરના અબાલ-વૃદ્ધ

Nawanagar Time

ઓણસાલ દિવાળી સુધી વરસાદ વરસવાની આગાહી

Nawanagar Time

Leave a Comment