Nawanagar Time
ગુજરાત

રાજ્યમાં ફરી એકવાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતીને બ્રેક લગાવાઇ!

in-the-state-once-again-recruitment-of-acharya-recruited-in-granted-schools

લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાને કારણે ભરતી અટકતા શિક્ષકોમાં રોષ

ખંભાળિયા:-ગુજરાત રાજ્યની ગ્રાંટેડ શાળઓમાં વર્ષોથી આચાર્યની જગ્યા ખાલી હોય આ જગ્યાઓના  અનેક શાળાઓનો વહિવટ તથા બોર્ડના પરિણામોને અસર થતી હોય વારંવારની રજૂઆતો પછી મંજુરી મળી હતી તથા ઇન્ટરવ્યુ કાર્યવાહી પણ શરૂ થઇ ગયેલી. તે પછી હાઇકોર્ટમાં મેટર જતાં ફરી કાર્યવાહી અટકી હતી આ પછી તેમાં પણ સમાધાનકારી વલણ એક પાર્ટીનું થતાં તથા રાજ્યના શિક્ષણમંત્રીને આચાર્ય સંઘની રજૂઆતો પછી ઇન્ટરવ્યુ કાર્યવાહી  પરંતુ પરિણામ જાહેર ના કરવુ તથા નિમણુકના હુકમો પણ ના આપવા તેવો હુકમ પણ થયો હતો જે પછી તાજેતરમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાના સંદર્ભમાં ફરી એક વખત આ કાર્યવાહી મોકુફ રાખવાના આદેશો જિ.શિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવતા નારાજ થયેલા ઢગલાબંધ ઉમેદવારો તથા શાળાઓ દ્વારા રાજ્યના ચૂંટણી પંચને લેખિત  મેઇલ દ્વારા રજૂઆતો કરીને જ્યારે નિમણુકના હુકમ કે ઇન્ટરવ્યુનું પરિણામ પણ જાહેર નથી થવાનું ત્યારે આ કામગીરી સ્થગિત ના કરવાની વિનંતી સાથે વ્યાપક રજૂઆતો કરાઇ હતી.

Related posts

એસટીના પૈડાં થંભી ગયાં,અને લોકોને સર્જાણી પરેશાની…

Nawanagar Time

વડાપ્રધાન મોદી આપણા ભગીરથ છે: મુખ્યમંત્રી રૂપાણી

Nawanagar Time

PMOના PRO જગદીશ ઠક્કરનું નિધન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે….

Nawanagar Time

Leave a Comment