Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

રાજ્યની ફાઈવ સ્ટાર હોટલોમાં રૂા. 30 કરોડના વિદેશી દારૂ-બિયરનું વેચાણ

in-the-states-five-star-hotels-foreign-liquor-and-beer-sale-of-30-crores

ગાંધી આશ્રમ સહિતની સંસ્થાઓ નજીક આવેલી હોટલોને દારૂના લાયસન્સ ન આપી શકાય: છતાં સરકારે લાયસન્સ આપ્યા!

ગાંધીનગર :-મહાત્મા ગાંધીના ગુજરાતમાં નશાબંધી અમલમાં છે, ભાજપ સરકાર પણ ડીંગો મારે છે કે ગુજરાતમાં દારૂ વહેચાતો નથી.

યુવાધન નશાના બંધાણી ન બને તે માટે કડક પગલા લેવાઈ રહ્યા છે પણ બધી વાતો કાગળ ઉપર છે. ગુજરાત વિધાન સભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું કે, સુરત-જામનગરમાં સાત દારૂના પરવાનેદાર છે, જેમણે વેંચાણ કર્યું છે. અમદાવાદ અને વડોદરામાં 22, સ્ટાર હોટલો દારૂનું લાયસન્સ ધરાવે છે.

આ હોટલો રિસોર્ટમાં રૂા. 1478 કરોડનો વિદેશી દારૂ-બિયર વેચાયો છે. આ જ પ્રમાણે ગાંધીનગર અને જુનાગઢમાં 1,24 કરોડનો દારૂ બિયર વેચાય છે, વડોદરા અને રાજકોટમાં 10,12 કરોડના દારૂ-બિયરનું વેચાણ થયું છે. ગુજરાત સરકારે રાજ્યની 30 થી વધુ સ્ટાર હોટલો, રિસોર્ટને દારૂ વેંચાણનું લાયસન્સ આપ્યા છે. ગાંધી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ નજીક આવેલી સ્ટાર હોટલોને દારૂના લાયસન્સ ન આપી શકાય તેમ સરકારે લાયસન્સ આપ્યા છે.

ગુજરાતમાં દર મિનિટે દારૂની એક બોટલ પકડાય છે…!

ગુજરાતને ‘ડ્રાઈ’ રાખવા માટે રાજ્ય સરકાર ગમે તેટલા કડક કાયદાઓ લાવે, પરંતુ પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા માટે બૂટલેગરો કેટલાં સક્રિય રહે છે? તે બહાર આવેલા આંકડાઓ ઉપરથી જાણી શકાયું છે! વર્ષ-ર018,માં પોલીસે 6,0પ,797 બોટલો જપ્ત કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો, ગુજરાતમાં પ્રત્યેક મિનિટે દારૂની એક પકડાય છે. ગુજરાત વિધાનસભામાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું છે કે, 1-જાન્યુઆરી-ર018 થી 31-ડિસેમ્બર સુધીમાં 3ર ચેકપોસ્ટ ઉપરથી 6,0પ,797 બોટલો પકડાઈ છે.

Related posts

ખેલમહાકુંભમાં પત્તાની બ્રીજ સહિત અન્ય પાંચ નવી રમતો રમાડવામાં આવશે, અનેક વિષયો પર ચર્ચા

Nawanagar Time

મિલકત વેરાના તફાવતની રકમના બિલ જ નથી બન્યા…!!!

Nawanagar Time

જામનગરમાં રોટલા અન્નકુટ મહોત્સવ: હજારો રઘુવંશીઓ ઉમટ્યાં

Nawanagar Time

Leave a Comment