Nawanagar Time
ગુજરાત જામનગર

એક સડેલી કેરી આખો સુંડલો બગાડે,સુનિલ ભાનુશાળી તોડ પ્રકરણમાં નિવેદન નોંધતી એસીબી

in-the-sunil-bhanushali-chaudhary-the-statement-was-recorded-by-the-acb

ફરિયાદી ધર્મેન્દ્ર ચાંદ્રા અને સાક્ષીના નિવેદન સાથેનો રિપોર્ટ હેડ ઓફિસ મોકલાયો

જામનગર:-જામનગરમાં ચકચારી બનેલા કમિશ્નરના નામે  વિભાગના સુનિલ ભાનુશાળીએ 60 હજારનો તોડ કર્યો હોવાની ધર્મેન્દ્ર ચાંદ્રાએ સોગંધનામું કરીને એસીબીમાં ફરિયાદ કરી હતી, આ પ્રકરણમાં જામનગર એસીબીએ ફરિયાદ કરનારા અને સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા છે અને સુનિલ ભાનુશાળી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માટે હેડ ઓફિસે રિપોર્ટ કર્યો છે.

જામનગરના ચર્ચાસ્પદ બનેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં નડતરરૂપ ઈમલો  પરત યથાસ્થાને ગોઠવી દીધા પછી મૂળ ફરિયાદી ધર્મેન્દ્ર ચાંદ્રા પાસેથી કમિશનરના નામે સુનિલ ભાનુશાળીએ રૂા. 60,000નો તોડ કર્યો હતો, એ બાબત ફરિયાદીએ સોગંધનામું કરીને એન્ટિકરપ્શન બ્યુરોને ફરિયાદ કરી હતી, સાથો સાથ જામનગર મ્યુનિ. કમિશ્નરને પણ ફરિયાદ કરી હતી. જોકે, પોતાના ‘આકા’ના  જોરે સુનિલ ભાનુશાળીનો હજુ કોર્પોરેશનમાં વાળ વાંકો થયો

દરમિયાન એસીબીમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસંધાને જામનગર એસીબી ઓફિસમાં ફરિયાદી ધર્મેન્દ્ર ચાંદ્રા અને તેના સાક્ષી તરીકે જીગ્નેશ ચાંદ્રા નિવેદન લેવામાં આવ્યું છે. એસીબી પીઆઇ જાડેજાએ આ નિવેદન સાથે આ પ્રકરણમાં સંપૂર્ણ રિપોર્ટ હેડ ઓફિસે મોકલી આપ્યો છે. ટૂંક સમયમાં સુનિલ ભાનુશાળી વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરાય એવું જાણવા  છે. આ પ્રકરણમાં સમગ્ર એસ્ટેટ વિભાગને છાંટા ઉડ્યા છે. તોડબાજ સુનિલને સસ્પેન્ડ થવાની નવાઈ નથી. ત્રણ વાર સસ્પેન્ડ થયા બાદ ફરી ફરી એના ‘આકા’ના જોરે ફરી નોકરીએ ચઢી જાય છે, અને ગમે તે રીતે માનીતી એસ્ટેટ શાખામાં જ ગોઠવાઈ જાય છે.

Related posts

જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં તબીબોની 22 જગ્યાઓ ખાલી

Nawanagar Time

કુલ 9 મહિનામાં 393 ગૌવંશના મોત, વિપક્ષના નેતાઓએ કરી જનતારેડ

Nawanagar Time

ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર એક્શન મોડ પર, પ્રત્યેક ઘરમાં સર્વે

Nawanagar Time

Leave a Comment