Nawanagar Time
નેશનલ

સવર્ણ અનામતને ગેરલાયક ઠેરવવા સુપ્રિમમાં રીટ

in-the-supreme-court-the-supreme-court-disqualified-the-rit

સવર્ણ અનામતના વિરોધમાં દલિત-ઓબીસી કરશે આંદોલન

દિલ્હી:-દેશના આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપતું બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઇ ગયું છે પરંતુ આ બિલ પર રાષ્ટ્રપતિ સહી કરે અને તે કાયદો બને તે પહેલા સરકારના અનામત આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. યુથ ફોર ઇક્વિલીટી નામની ગૠઘએ સવર્ણ અનામત બિલને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે આર્થિક માપદંડ એ અનામતનો આધાર ન બની શકે. આથી આર્થિક માપદંડોના આધારે અનામત આપવી યોગ્ય નથી.

યૂથ ફોર ઈક્વાલિટી નામની ગૠઘએ આ અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ખોટી વાત છે અને તે માત્ર સવર્ણ શ્રેણીને ન આપવી જોઈએ.

 1950 પછી આ બંધારણનું 124મું સંશોધન બિલ છે. છ વખત એવો મોકો પણ આવ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું હતું કે, સંશોધન બિલ ગેરબંધારણીય છે. તેથી તે બિલ રદ કરી દેવામાં આવ્યું હતું.

બીજી તરફ સવર્ણ સમુદાયને સાધવા માટે કેન્દ્ર સરકારે સંવિધાનમાં સંશોધન કરી 10 ટકા ગરીબ સવર્ણોને અનામત આપવાનું પગલું લીધુ છે. સંસદના બંને સદનમાં સંવિધાન સંશોધન સામાન્ય વર્ગ આરક્ષણ બિલ પાસ થઈ ગયુ છે. સરકારે આ પગલાંને લઈને દલિત અને ઓબીસી સમુદાયના લોકો આંદોલન કરવાની તૈયાર કરી રહ્યા છે અને દિલ્હીમાં આ મામલે બઠક પણ યોજાઈ હતી.

Related posts

પાકિસ્તાનને નહીં મળે હવે પાણી, સિંઘુ નદીનું પાણી ડાઈવર્ટ કરવા પગલાં શરુ

Nawanagar Time

વિંગ કમાન્ડર બનીને છવાયો અજય

Nawanagar Time

પ્રમોશનમાં અનામત આપવા રાજય સરકાર બંધાયેલી નથી: સુપ્રીમ કોર્ટ

Nawanagar Time

Leave a Comment