Nawanagar Time
ગુજરાત જામનગર

લાવડિયા ગામે ભાનુશાળી યુવાનની કરપીણ હત્યા : આરોપીઓ હાથવેતમાં

in-the-village-of-lavdiya-a-young-man-was-killed-in-a-carnage

વાડીએથી ઘાસચારો લઇ પરત ફરતાં યુવાનને આંતરી અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો : બોથડ પદાર્થ અને પથ્થરોના ઘા ઝીંકાયા.

આદિવાસી ખેત મજુરો તરફ શંકાની સોય : એક ડઝન મજુરોના નિવેદન નોંધાયા : પોલીસને મહત્વની કળીઓ હાથ લાગી.

જામનગર:-જામનગર નજીકના લાવડીયા ગામે શનિવારે રાત્રે અણજાણ્યા શખ્સોએ એક ભાનુશાળી યુવાનને આંતરી લઇ કરપીણ હત્યા નીપજાવી નાશી છુટ્ટતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે આદિવાસી ખેત મજુરો પર સંકા વ્યક્ત કરી આ દિશામાં તપાસ હાથ ધરી છે.

જામનગર પંથક સહીત જીલ્લાભરમાં ચકચારી બનેલા હત્યા પ્રકરણના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના લાવડીયા ગામના મનિષ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ ચાંદ્રા નામનો યુવાન શનિવારે મોડી સાંજે પોતાની વાડીએ ગયો હતો. રાત્રે આઠેક વાગ્યે ત્યાંથી ઘાસચારો લઇને મનીષ ઘરે પરત આવી રહ્યો હતો જે દરમિયાન માર્ગમાં જ અમુક અજાણ્યા શખ્સોએ તેને આંતરી લઇને આડેધડ બોથડ પર્દાથ કે પથ્થરોના ઘા ઝીંકતા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ બનાવ અંગે કોઇએ પરીવારને જાણ કરતા તાકીદે પરીવારજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ લોહીલૂહાણ હાલતમાં પડેલા મનીષ ઉર્ફે ધર્મેશને તાકીદે 108 મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ મનીષનું મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ થતા જ પંચ બી પોલીસનો કાફલો ઘટનાસ્થળ  બાદ હોસ્પિટલ દોડી ગયો હતો. આ બનાવના પગલે પોલીસે મૃતકના પરીવારજન જેન્તીલાલ  રવજી વાલજી ચાંદ્રાનું નિવેદન નોંધી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધયો હતો. જેમાં મોડી સાંજે મોટર સાયકલ લઇ ઘર તરફ આવતા મૃત્કના બાઈક પાછળ ભરેલ લીલું કોઈક વ્યક્તિને અડી જતા થયેલ બોલાચાલી બાદ હુમલો કરાયો હોય અથવા અન્ય કોઈ કારણસર આરોપીઓએ હુમલો કરી મૃતકને જીવલેણ ઈજા પહોચાડી હોવાનું જાહેર થયું છે.

આ બનાવ અંગે પોલીસે આદિવાસી ખેત મજુરો તરફ શંકાની સોય તાકી કુલ એક ડઝન મજુરોના નિવેદનો નોંધવા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાઈ જવાનો પોલીસે આશાવાદ સેવ્યો છે.

Related posts

જામનગર જિલ્લામાં ઝાપટાંથી લઈ આઠ ઈંચ વરસાદ

Nawanagar Time

ભાણવડમાં વધું રૂ.31 લાખના લાઈમ સ્ટોન ચોરી સબબ ફરિયાદ

Nawanagar Time

જામનગરના નાગરિકોએ હવે રાખવું પડશે ધ્યાન: ટૂંક સમયમાં ઈ-મેમો પ્રથા

Nawanagar Time

Leave a Comment