Nawanagar Time
ગુજરાત જામનગર

ભાણવડમાં પૂનમબેન માડમના ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર શુભારંભ

inauguration-of-the-election-office-of-poonamben-madam-in-bhanvad

સૌરાષ્ટ્રને એઇમ્સ અને ઇન્ટરનેશનલ હવાઇ સુવિધામાં પૂનમબેનનો સિંહફાળો છે-ચિમનભાઇ શાપરિયા હ આઝાદીના ઇતિહાસમાં આહિર સમાજની દીકરીએ સાંસદ તરીકે સારી કામગીરી કરી સમાજનું ગૌરવ વધારેલ: સાજણભાઇ રાવલિયા, પ્રમુખ-આહિર સમાજ, ભાણવડ તાલુકો,

સમગ્ર વિસ્તારમાં પૂનમબેન માડમનું વિવિધ સમાજ દ્વારા ફુલહારથી સ્વાગત: વિશાળ સંખ્યામાં સમર્થકોની હાજરી,

 

જશાપર, ચોખંડા, રૂપામોરા, ગડુ સહિત ગામોમાં સભાઓ: ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ-બહેનોની સ્વયંભૂ વિશાળ ઉપસ્થિતિ

ભાણવડ વિસ્તારે સારો રાજકીય ઉછેર કર્યો છે તે નિશ્ર્ચિત સાર્થક થશે: પૂનમબેન માડમ

જામનગર:-12 જામનગર લોકસભાના શિક્ષિત, નિષ્ઠાવાન લોકસેવક ભા.જ.પ.ના ઉમેદવાર પૂનમબેન માડમના ભાણવડ ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન અને તાલુકાના જશાપર, ચોખંડા, રૂપામોરા,  સહિત ગામોમાં પૂનમબેન માડમના ચૂંટણી સભામાં વિશાળ સંખ્યામાં ભાઇઓ બહેનો સ્વયંભૂ ઉપસ્થિત રહી પૂનમબેન માડમનું ઉમળકાળથી સ્વાગત કર્યુ હતું સૌ ઉપસ્થિતોમાં પૂનમબેન સમર્થન આપી ચૂંટણી કાર્યમાં જોડાવાની જાહેરાત કરેલ.

inauguration-of-the-election-office-of-poonamben-madam-in-bhanvad
inauguration-of-the-election-office-of-poonamben-madam-in-bhanvad

કાર્યાલય ઉદ્ઘાટનમાં લોકસભા સીટનાં ઇનચાર્જ પૂર્વમંત્રી ચિમનભાઇ સાપરીયા, ધારાસભા સીટના ઇન્ચાર્જ પૂર્વમંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ કાળુભાઇ ચાવડા, પૂર્વ  મેઘજીભાઇ કણઝારીયા, રઘુવંશી સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, જી.પં. સદસ્યો વિરાભાઇ મોરી, હરીભાઇ નકુમ, દેવશીભાઇ કરમુર, ગોવિંદભાઇ કનારા, નગર પાલિકા પ્રમુખ જયોત્સનાબેન સાગઠિયા તથા સર્વ ચૂંટાયેલી પાંખ, આહિર સમાજના પ્રમુખ સાજણભાઇ રાવલીયા, સગર સમાજના પ્રમુખ સુરેશભાઇ, મહેર સમાજના મેરામણ આતા, પટેલ સમાજના નરોતમભાઇ, ગીરધરભાઇ નંદાણીયા, તાલુકા સંગઠનના પ્રમુખ ગોવિંદભાઇ કનારા,  ડાંગર, સૈયદબાપુ, ઉદયસિંહ વાળા, બાબુભાઇ ગેંડા, પૂર્વ તા.પ. પ્રમુખ, ખીમાભાઇ જોગલ, કર્ણાભાઇ વાઢીયા, ગોવાભાઇ કનારા, મેઘજીભાઇ પીપરોતર, હમીરભાઇ કનારા, જે.કે. કણઝારીયા, ગોવાભાઇ ગોજીયા, નારણભાઇ રાવલીયા, ગોવિંદભાઇ કારેણા, શાંતિભાઇ કુબાવત, જીતુભાઇ જોષી, કાંતીભાઇ કુંડલીયા, બળવંતભાઇ મિસ્ત્રી, વજુભાઇ પતાણી, શહેરના અગ્રણીઓ વિવિધ સંસ્થાના હોદેદારો, સરપંચો, બુથ સમિતિના સભ્યો, સંગઠનના હોદેદારો ચૂંટાયેલા  બુઘ્ધિજીવીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

ભાણવડમાં વિવિધ સમાજના કોંગ્રેસી આગેવાનોનો ભાજપ પ્રવેશ તે પૂનમબેનની જિતની શુભ નિશાની છે: જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ

કેન્દ્ર સરકારમાં સચોટ રજૂઆતથી પૂનમબેને રેલવે, નેશનલ, હાઇવે, ટ્રેનોના સ્ટોપ, રેલવે સ્ટેશનની સુવિધા સહિત અનેક લોકોપયોગી કાર્યો કર્યા છે: મૂળુભાઇ બેરા

પૂનમબેન માડમની સેવાકીય કામગીરી એ એમનું ભાથું છે: મેઘજીભાઇ કણઝારિયા

ભાણવડ વિસ્તારના મતદારો પર ભરોસો છે, પૂનમબેનને જંગી લીડથી જીતાડશે: જીતુભાઇ લાલ

.

inauguration-of-the-election-office-of-poonamben-madam-in-bhanvad
inauguration-of-the-election-office-of-poonamben-madam-in-bhanvad

ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન અને જી.પં. પંચાયતની સીટ વાઇઝ સભામાં સૌ ઉપસ્થિત અગ્રણીઓમાં પોતાના વકતવ્ય આપતા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પૂનમબેન માડમના સેવાકિય કાર્યના દોઢ દાયકાથી દરેક સમાજ ઉપયોગી સેવામાં અવિરત ચાલુ છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અનેક કલયણકારી યોજનાઓ છેવાડાના માણસ  પહોંચાડી છે. સાથે સાથે તેઓના ટ્રસ્ટના માઘ્યમથી ગૌ સેવા, ગરબી મંડળ તથા આરોગ્ય સેવા સ્પોર્ટ વગેરે સેવા આપે છે તે નરી આંખે જોઇ શકાય છે. આજે નર્મદાના નિર ગામડે ગામડે પહોચી ગયા છે. જનધન યોજનાથી ગરીબોના બેંક ખાતા ખોલ્યા છે. ઉજ્જવલા યોજનાથી ગરીબોના ઘરે ગેસ કનેકશન મળેલા છે. લાંબા  ટ્રેનોના ભાણવડમાં સ્ટોપ અપાયેલ છે. આરોગ્ય રોડ, રસ્તાઓ, શાળાના ઓરડા તેમજ ઇન્ટર નેશનલ હવાઇ મથક અને એઇમ્સ જેવી સુવિધા પ્રાપ્ત કરવામાં પૂનમબેન સિંહ ફાળો છે. લોકના કલ્યાણકારી કામોએ પૂનમબેનનું ભાથ્થુ છે. જેથી તેઓના સેવાકિય પ્રવૃતિથી ભાણવડ શહેર અને વિસ્તારમાંથી બહોળા ચાહકવર્ગના સમર્થન 12 લોકસભા જામનગરના સાંસદ પૂનમબેન માડમ ચૂંટણી  જનમતથી જીતશે તેઓ ભાણવડ વિસ્તારની જનતાએ ખાત્રી આપેલ છે. આ પ્રસંગે જામનગર, ખંભાળિયા, જામજોધપુર, લાલપુર કલ્યાણપુરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

Related posts

ધ્રોલ હોસ્પિટલની માથાભારે મણીનો વિડીઓ વાઈરલ

Nawanagar Time

જામનગરમાં સજ્જડ બેંક હડતાલ: રૂપિયા 250 કરોડનું ક્લિયરીંગ ઠપ્પ

Nawanagar Time

જીજી હોસ્પિટલ: ફડાકાકાંડમાં નવો વળાંક: ડૉક્ટર કહે છે…

Nawanagar Time

Leave a Comment