Nawanagar Time
અમદાવાદ ગુજરાત

આયકરનો સપાટો: ર014 ની તુલનાએ 3 ગણું કાળુ નાણું ઝડપ્યું

income-tax-3-times-the-black-money-accrues-compared-to-2014

અમદાવાદ:-10મી માર્ચે ચૂંટણી આચારસંહિતા અમલી બની તે પછી માત્ર 20 દિવસમાં જ આવક વેરા ખાતાએ સપાટો બોલાવી દીધો છે. 2014ની લોકસભાની  સરખામણીમાં ત્રણ ગણી બીનહિસાબી રોકડ તેણે જપ્ત કરી છે. 2014માં રૂ. 89 લાખની બીનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે અત્યારે સુધીમાં આ વખતે રૂ. 3.32 કરોડની રકમ આયકર ખાતાએ જપ્ત કરી છે. 23મી એપ્રિલે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ તે પહેલા હજુ ઘણી રોકડ રકમ જપ્ત થશે તેવુ આયકર ખાતાનું  છે.

આવક વેરા ખાતાના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સુધીમાં રૂ. 1.62 કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 1.55 કરોડ અને રૂ. 7.5 લાખ દમણમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. શનિવાર સુધીમા તેમા રૂ. 1.74 કરોડ ઉમેરાશે અને કુલ જપ્તી રૂ. 3.32 કરોડની અત્યાર સુધીમાં થઈ જશે.

આ  પોલીસ, એર ઈન્ટેલીજન્સ યુનિટ (અમદાવાદ એરપોર્ટ), સેલ્સ ટેકસ સત્તાવાળાઓ અને ઈડીએ આપેલી બાતમીના આધારે કરવામાં આવી છે. સૌથી વધારે રકમ અમદાવાદમાંથી બે યુવકો પાસેથી 1 કરોડની રકમ ગુરૂવારે ઝડપાઈ હતી. કેસ અમદાવાદ પોલીસે આઈટી અધિકારીઓને સોંપ્યો છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી 8 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ગુજરાતના તમામ  એરપોર્ટ પર એર ઈન્ટેલીજન્સ તૈનાત છે.

વલસાડમાં 1 કરોડની રકમ મળી આવી હતી. જેમાંથી 74 લાખની વિગતો મેળવવામાં આવી છે અને રૂ. 26.4 લાખ જપ્ત કરવામાં આવ્યા છે કે જેનો હિસાબ મળ્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં રૂ. 9 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં 404  આઈટીના કર્મચારીઓ અને અધિકારીઓને ઉભા કરવામાં આવેલા 6 ઝોનલ હેડ કવાર્ટરમાં બીનહિસાબી રોકડ રકમ પકડી પાડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આવક વેરા વિભાગે રોકડા, જ્વેલરી અને અન્ય મિલ્કતોની શંકાસ્પદ હેરાફેરી જણાય તો લોકોને ટોલ ફ્રી નંબર 18002337444 ઉપર જાણ કરવા પણ કહ્યુ છે.

Related posts

કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં હોલસેલ વધારો: ભાવાંક 6 ટકા વધ્યો

Nawanagar Time

એરપોર્ટ ઉપરથી કુખ્યાત આતંકી અબ્દુલ વહાબ શેખ ઝડપાયો, જોઈન્ટ ઓપરેશનમાં મળી હતી આ બાતમી

Nawanagar Time

સોલાર રૂફ ટોપ શહેરોમાં લાવ…લાવ…ગામડાંમાં ધોળું !

Nawanagar Time

Leave a Comment