Nawanagar Time
ગુજરાત જામનગર

સસ્તી ગાડી લેનારની ઇન્કમટેક્સે તપાસ શરૂ કરતાં ભાગદૌડ

incometax-department-started-investigation-of-cheap-car-seller

જામનગર:-જામનગરમાં આજા ફસાજા જેવા ઘાટ વચ્ચે લોકોને સસ્તી લક્ઝુરિયસ કાર આપવાને નામે લાંબા ગાળે નિર્દોષ લોકોને બકરા બનાવી ફસાવવા માટેનો ખેલ ખુલ્લો પડી ગયા બાદ આ સ્ફોટક સ્કેમમાં ઇન્કમટેક્સ દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ કરતાં જ જામનગરના બુકી આલમમાં ફફડાડ મચી ગયો છે અને છેલ્લા બે દિવસથી બુકીઓ ભાગદૌડ કરી રહ્યા છે.

લોકોને છેતરવા માટે ભુજથી શરૂ થયેલ સસ્તા ભાવે લક્ઝુરિયસ ગાડી આપવાના કારસ્તાનમાં ભુજમાં ભીંસ વધતા આખે આખી સ્કીમ જામનગરમાં મૂળિયા જમાવ્યા છે, લોકોમાં વિશ્વાસ સંપાદન કરવા માટે હાલના તબકકે ફ્રોડસ્ટર સ્કીમ સંચાલકો દ્વારા ગામમાંથી ઉંચા વ્યાજે કરોડો રૂપિયા મેળવી પોલીસ અને પોલિટીશયનોને આઉડી, ફોચ્ર્યુનર, ઇનોવા, ફોર્ડ એન્ડેવર, હ્યુન્ડાઇ ક્રેટા જેવી લાખેણી ગાડીઓ ભેટ ધરી દીધી છે, તો બીજી તરફ આ સ્કીમમાં સસ્તી ગાડી લેવાના સપના જોનારા સામાન્ય લોકોને ગાડી કે વ્યાજ મળવાને બદલે મુદત પે મુદત મળવાનું શરૂ થયું હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ સસ્તા ભાવે ગાડી આપવાની આ સ્કીમ હકીકતમાં લોકોને લુટવાનું મોટું ષડયંત્ર હોવાનું જણાતા ખુદ જિલ્લા પોલીસવડા દ્વારા અંદરખાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ઇન્કમટેક્સ રાજકોટ દ્વારા પણ કરોડોના બેનામી રોકડ વ્યવહારો થયા હોય તપાસમાં ઝુકાવતા કેટલાયને રેલો આવી ગયો છે.

ખાસ કરીને ઇન્કમટેકસે તપાસમાં ઝુકાવતા આ ફ્રોડસ્ટર સ્કીમમાં રોકડા રૂપિયા આપી ફોચ્ર્યુનર છોડાવનાર જામનગરના મોટાગજાના બુકીઓમાં રીતસરની દોડધામ મચી ગઇ હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહયા છે એ જ રીતે આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા  અને હ્યુન્ડઇ ક્રેટા ગાડી છોડાવનાર પોલીસમિત્રો પણ હાલમાં તો સસ્તી ગાડી મેળવી મુસીબતમાં મુકાયા છે.

હાલમાં જામનગરમાં સસ્તી લક્ઝુરિયસ ગાડી કૌભાંડમાં ગાડી લેનાર અને લખવનાર બન્ને મુશ્કેલીમાં મુકાઈ જતા આવનાર દિવસોમાં મોટા કડાકા ભડાકા થવાના સાફ – સાફ સંકેતો વચ્ચે ભુજથી જામનગર પહોંચેલી સ્કીમ ટકાવવા અને વધુ લોકોને ફસાવવા માટે હવે સ્કીમનું નવું સલામત સ્થળ બદલવા માટે પણ હિલચાલ શરૂ થઈ જવા પામી છે.

Related posts

જામનગરમાં મુખ્યમંત્રી આવાસ પાસે જુગાર રમતા બે શખ્સો ઝડપી લેવાયા

Nawanagar Time

જીઆઈડીસીમાં વીજ ચેકીંગથી જામનગરથી માંડીને કોર્પોરેટ ઓફીસ સુધી હોબાળો

Nawanagar Time

જામનગર-હાથરસ સામૂહિક દુષ્કર્મ કેસના વિરોધમાં કોંગ્રેસનો મૌન સત્યાગ્રહ

Nawanagar Time

Leave a Comment