Nawanagar Time
ગુજરાત જામનગર

એસટીની આવકમાં અઢી કરોડનો વધારો

increase-in-sts-revenues-by-2-5-crores

ઈકો-ખાનગી ટ્રાવેલ્સની હરિફાઈ વચ્ચે પણ ‘સલામત સવારી’ લોકપ્રિય

જામનગર:-જામનગર એસ.ટી. વિભાગની આવકમાં વર્ષ 2017ની સરખામણીમાં વર્ષ 2018ની આવકમાં 251 લાખનો વધારો થયો છે. જ્યારે ઓનલાઇન ટીકીટ બુકિંગથી એસ.ટી. વિભાગને વર્ષ 2018માં રૂા.1.19 લાખની વધુ આવક થઇ છે.

સલામત સવારી, એસ.ટી. અમારીના સૂત્રો સાથે એસ.ટી. નિગમે મુસાફરોની સુવિધા માટે મીની બસ, ગુર્જર નગરી, વોલ્વો, એસી, સહિતની બસ દોડાવતા મુસાફરો પણ એસ.ટી. બસની મુસાફરી માણી રહ્યા છે. ખાનગી બસોના મોંઘા ભાડા વચ્ચે ગરીબ અને સામાન્ય વર્ગના લોકો એસ.ટી. બસનો ઉપયોગ ભરપૂર કરી રહ્યા છે.

જામનગર નજીક મહાકાય ખાનગી કંપનીઓ આવેલી હોય અહીં રાજ્ય અને રાજ્ય બહારના લોકો પણ રોજગારી અર્થે આવતા હોય છે ત્યારે તહેવારોની ઉજવણી કરવા પોતાના વતનમાં જવા માટે લોકો એસ.ટી. બસનો સહારો લેતા હોય છે. ત્યારે જામનગર એસ.ટી. વિભાગની આવકમાં ધરખમ વધારો છે. વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં એસ.ટી. વિભાગની આવક વધી છે.

આ અંગે જામનગર એસ.ટી. વિભાગના ડી.ટી.એસ.એ જણાવ્યુ હતું કે, જાન્યુઆરી 2017થી ડિસેમ્બર 2017માં જામનગર એસ.ટી. વિભાગને રૂા.6212 લાખની આવક થઇ હતી. જ્યારે વર્ષ 2018 જાન્યુ.થી ડિસેમ્બરમાં રૂા.6463 લાખ થઇ હતી. આમ વર્ષ 2018માં રૂા.251 લાખની આવક વધુ થઇ હતી. ઓન લાઇન ટીકીટ બુકીંગમાં પણ એસ.ટી. વિભાગની આવકની વધી છે વર્ષ 2017માં 1,79,670 ઓનલાઇન ટીકીટ બુક થઇ હતી જ્યારે ઓનલાઇન ટીકીટ બુકીંગ થકી રૂા.3.64 કરોડની એસ.ટી. વિભાગને આવક થઇ હતી. જ્યારે વર્ષ 2018માં 2,36,935 ઓનલાઇન ટીકીટ બુક થઇ હતી. જેના થકી રૂા.4.83 કરોડની આવક થઇ હતી. આમ જામનગર એસ.ટી. વિભાગની વર્ષ 2018માં રૂા.1.19 લાખની આવક વધી હતી.

એસ.ટી. બસની સુવિધામાં વધારો થતાં મુસાફરો પણ એસ.ટી. બસની મુસાફરી માણી રહ્યા છે. તહેવારો દરમિયાન એસ.ટી. બસને ટ્રાફીક મળી રહેતો હોય એસ.ટી. વિભાગને તહેવારો ફળી રહ્યા છે.

Related posts

અમદાવાદ-સુરતમાંથી ઘરવખરી સાથે આવેલાંઓને પ્રવેશ નહીં: જિલ્લા કલેકટર

Nawanagar Time

ખંભાળિયાના જલારામ મંદિરે બાપાના જીવન કવનની અદ્દભૂત રંગોળી

Nawanagar Time

હજયાત્રીઓની એર ટિકિટ અને વિઝાના નામે લાખો રૂપિયાની છેત્તરપીંડી

Nawanagar Time

Leave a Comment