Nawanagar Time
સ્પોર્ટસ

રોહિત વગર ભારતની ટીમ ન હોઈ શકે: ગાંગુલી 

india-can-not-be-without-rohit-ganguly

ભારત ઓસ્ટેલિયા વિરુદ્ધ રમવામાં આવી રહેલી ત્રણ મેચોની સિરીઝમાં પ્રથમ મેચ હારી ચુકી છે, પરંતુ રોહિત શર્માની શાનદાર સદી બાદ ચર્ચાનો વિષય બન્યો છે. જયારે મેજબાન ટીમ દ્વારા આપવામાં આવેલા 289 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ત્યારે રોહિતે 129 બોલમાં 133 રનની શારદાર ઇનિંગ રમતા ટીમ ઇન્ડિયાને સારી સ્થિતિ તરફ આગળ વધારી હતી. જે પછી પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ તેમની આ શાનદાર ઇનિંગથી ખૂબ પ્રભાવિત થયા હતા.

ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “ભારતની ત્રણ વિકેટ ઝડપી પડી ગઈ હતી, પરંતુ તે છતાં 250 રનને પાર કરવા ખૂબ સારું રહ્યું. રોહિત શર્માએ કમાલની ઇનિંગ રમી હતી. તેઓ ખૂબ અસાધારણ ખેલાડી બની ગયો છે, ખાસ કરીને તેઓ છેલ્લા ત્રણ વર્ષોમાં શાનદાર ક્રિકેટર બની ગયો છે. ખાસ કરીને નાના ફોર્મેટમાં. રોહિતની ઇનિંગની ખાસ વાત આ છે કે એક બાજુ ટીમ ઇન્ડિયા વિકેટ ગુમાવી રહી હતી, પરંતુ તેમનો સ્ટ્રાઇક રેટ ખૂબ સારો રહ્યો હતો.

ગાંગુલીએ આ સાથે વોર્મ અપ મેચ વગર વનડે સિરીઝમાં ઉતરવા પર ભારતના નુકસાન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “રોહિત સિવાય બીજા ક્રિકેટર જેવા કે વિરાટ કોહલી, શિખર ધવન વોર્મ અપ વનડે રમ્યા વગર જ આંતરરાષ્ટ્રીય સિરીઝમાં રમવા ઉતાર્યા હતા. તે માટે તેમને આવા મોડમાં આવતા ટાઈમ લાગે તે સમજી શકાય છે.” પૂર્વ ભારતીય ક્રિકેટરે જણાવ્યું હતું કે, “વનડે મેચમાં 2 મેચ જ બાકી છે. ભારત ઘણી વાર એવી સ્થિતિમાં પહોંચ્યો છે જ્યાંથી પાછું આવવું ખૂબ અઘરું હોય છે તો પણ ટીમ સિરીઝ જીતે છે.”

ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે વનડેમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ કરતા વધુ મજબૂત ટીમ છે. તેમણે લખ્યું કે, “તે ટીમ સ્વરૂપથી ખુબ મજબૂત ટીમ છે. તેઓ હાલના સમયમાં નવનિર્માણના સમયથી પ્રસાર થઇ રહી છે. પરંતુ આ વનડે ટીમ ટેસ્ટના પ્રમાણમાં ખૂબ સજ્જ અને સારી ટીમ જોવા મળે છે. એક વાર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરના આવવાથી આ ટીમ વધુ મજબૂત બની જશે.

 

Related posts

રેકેટ જોઈને ક્ધફ્યુઝ થયો સાનિયાનો દીકરો

Nawanagar Time

ચાર દિવસની ચાંદની હોય છે ટેસ્ટ ક્રિકેટ નહીં: વીરૂ

Nawanagar Time

કોફી વિથ કરણમાં હાર્દિક અને રાહુલના ખુલશે વિચાર્યા ન હોય એવા રાઝ,એક ક્લિકે જાણો સંપૂર્ણ માહિતી

Nawanagar Time

Leave a Comment