Nawanagar Time
નેશનલ

કાલે ભારત બંધનું એલાન: જામનગર જિલ્લાના યાર્ડ ચાલુ રહેશે

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે. ખેડૂતોએ 8મી ભારત બંધનું એલાન આપ્યું છે જેને ગુજરાતમાં કોંગી સહિત 17થી વધુ ખેડૂત સંગઠનોએ સમર્થન જાહેર કર્યુ છે. એટલું જ નહીં, ભારત બંધના દિવસે હાઇવે ચક્કાજામ કરી દેખાવો કરવા નક્કી કર્યું છે. ભારત બંધની ગુજરાતમાં ય અસર થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.

દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં 11મી ડિસેમ્બરે પાટનગર ગાંધીનગરમાં કિસાન પાર્લામેન્ટનુ આયોજન કરાયુ છે જેમાં ખેડૂતોના પ્રશ્ર્નોની ચર્ચા કરાશે.આ ઉપરાંત 12 ડિસેમ્બર પછી તમામ જિલ્લાઓમાંથી તબક્કાવાર ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચશે.ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી ગુજરાતમાંથી 500થી વધુ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યાં છે. ખેડૂત આગેવાનોએ એવો દાવો કર્યો હતોકે, ભારત બંધને સીટુ, આઇટુક, ઇન્ટુક, કેમિકલ મજદૂર સંઘ, મજદૂર સભા સહિતના 12 યુનિયનોએ પણ ટેકો જાહેર કર્યો છે. સાથે સાથે સીપીએમ, સીપીઆઇ અને આમ આદમી પાર્ટી પણ બંધને સમર્થન આપ્યું છે. આમ, ગુજરાતમાં ય ભારત બંધની અસર વર્તાય તેવી શક્યતા છે.

બીજી તરફ કિસાન આંદોલન વેગવંતુ બનાવવા ના ભાગરૂપે આવતીકાલે મંગળવારે 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે, ત્યારે તેમાં જુદા જુદા વેપારી સંગઠનો પણ જોડાયા છે. પરંતુ જામનગર જિલ્લામાં ભાજપ પ્રેરિત માર્કેટિંગ યાર્ડ ચાલુ રહેશે, અને તમામ યાર્ડ માં હરાજી ની પ્રક્રિયા ચાલુ રખાશે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ, ઉપરાંત કાલાવડ, જામજોધપુર અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડ 8મી ડિસેમ્બરે ખુલ્લા રહેશે, અને હરાજીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. તેવું જાહેર થયું છે.

ધ્રોલ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ બંધના એલાનમાં જોડાનાર હોવાથી શાકભાજીની હરાજીની પ્રક્રિયાઓ હાથ ધરાશે, પરંતુ અનાજ-કઠોળની હરાજીની પ્રક્રિયા માં વેપારીઓ હાજર નહીં રહે, તેવું એલાન કરાયું છે.

જામજોધપુર યાર્ડ બંધમાં જોડાશે
જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે દિલ્હીમાં છેલ્લા બાર દિ’થી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આવતીકાલે ‘ભારત બંધ’નું એલાન અપાયું છે. આ બંધના એલાનને ટેકો આપી જામજોધપુર યાર્ડ દ્વારા માર્કેટીંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે જેને વેપારી એસો. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આ માટે યાર્ડ સેક્રેટરીને લેખિત જાણ પણ કરી દેવામાં આવી છે.

Related posts

અનિલ અંબાણીને સુપ્રિમ ઝટકો

Nawanagar Time

ગુજરાત સાથે જોડાયેલા સંઘ પ્રદેશ દીવ-દમણ અને નગરહવેલીને એક કરવાથી કવાયત શરૂ

Nawanagar Time

શ્રીસંથ પર આજીવન પ્રતિબંધ હટ્યો

Nawanagar Time