Nawanagar Time
સ્પોર્ટસ

2022માં હોકી વર્લ્ડ કપ યોજવા ભારત તૈયાર 

india-ready-to-host-hockey-world-cup-in-2022

ભારતે 2022માં થનાર પુરૂષ અને મહિલા હોકી વર્લ્ડ કપની મેજબાની માટે દાવો રજૂ કર્યો છે. તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે પણ મહિલા અને પુરૂષ વર્લ્ડ કપ માટે દાવેદારી રજૂ કરી છે.

ભારતે 2022માં થનાર પુરૂષ અને મહિલા હોકી વર્લ્ડ કપની મેજબાની માટે દાવો રજૂ કર્યો છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા, ન્યૂઝીલેન્ડ અને સ્પેને પણ આ વિશ્વ કપની મેજબાનો દાવો રજુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે વત વર્ષે 2018માં જ પુરૂષ હોકી વર્લ્ડ કપની મેજબાની કરી હતી. આ પુરૂષ વર્લ્ડ કપ ભુવનેશ્વરમાં રમાયો હતો.

2022માં થનારા હોકી વર્લ્ડ કપની મેજબાનીની દાવેદારી રજૂ કરવા માટેની અંતિમ તારીખ 21 જાન્યુઆરી 2019 હતી. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે વિશ્વ કપ માટે બે વિકલ્પ જાહેર કર્યા છે. જેમાં પહેલો વિકલ્પ 1 થી 17 જુલાઇ 2022 અને બીજો વિકલ્પ 13 થી 29 જાન્યુઆરી 2023 છે.

ભારતને બાદ કરતા જર્મનીએ પણ પુરૂષ અને મહિલા બંને હોકી વર્લ્ડ કપની મેજબાની કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે મલેશિયા અને સ્પેને માત્ર પુરૂષ વર્લ્ડ કપની મેજબાની માટે દાવો રજુ કર્યો છે. આ તમામે 1 થી 17 જુલાઇ 2022 માટે તૈયારી દર્શાવી છે. ભારતે 13 થી 29 જાન્યુઆરી 2023 માટે પોતાની તૈયારી બતાવી છે. જેમાં આ તારીખે તેની સાથે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને મહિલા વિશ્વ કપની મેજબાની કરવા માટે હરીફાઇ કરી રહ્યા છે. આમ હોકી ફેડરેશન હવે તમામે રજૂ કરેલી દાવેદારીઓની સમીક્ષા કરશે અને કાર્યકારી બોર્ડમાં પોતાનો અંતિમ નિર્ણય લેશે.

Related posts

પંજાબને પછાડી ગુજરાત બન્યું બિગ બાઉટ ચેમ્પિયન

Nawanagar Time

તાહિર વર્લ્ડ કપની પ્રથમ ઓવર કરનાર પહેલો સ્પિનર

Nawanagar Time

નથી જોતા એવા બે પોઇન્ટ :ગાંગુલીનો સચિન સામે વિરોધ

Nawanagar Time

Leave a Comment