Nawanagar Time
નેશનલ

ભારત મા છે તાકાત, ઈન્ડિયન એરફોર્સના પાયલોટનો વાળ પણ વાંકો નહીં થાય..

indian-air-force-pilots-hair-will-not-be-curtains-too

જીનીવા સંધિ અનુસાર પાકિસ્તાન ભારતના પાઇલોટને નુકશાન નહીં પહોંચાડી શકે

નવીદિલ્હી:-પાકિસ્તાનનું એફ 16 વિમાન  તોડી પાડવાની કાર્યવાહીમાં  ભારતનું  મીગ-21 વિમાન પણ આ જવાબી કાર્યવાહીમાં તુટી પડ્યું હતું અને તેનો પાઈલટ પેરાશૂટ દ્વારા પીઓકેમાં ઉતરતાં પાકિસ્તાની સેનાએ તેને અટકમાં લઈ લીધો હતો.

પાકિસ્તાન દ્વારા સાંજે સોશિયલ મીડિયામાં તેણે પકડેલા ભારતીય પાઈલટના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરાયા હતા. ભારતે આ બાબતનો કડક શબ્દોમાં વાંધો ઉઠાવાયો છે અને જણાવાયું  કે, પાકિસ્તાન આ પ્રકારની નાપાક હરકતો કરવાનું બંધ કરી દે. આમ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પરંતુ જીનીવા સંધિ અનુસાર પાકિસ્તાન ભારતના પાઇલોટને  હાથ પણ ન અડાડી શકે.1949માં થયેલી ત્રીજી જીનેવા સંધિમાં યુદ્ધમાં પકડાયેલા કેદીની સુરક્ષા કરવી તેને પકડનારા દેશની જવાબદારી બને છે. આ સંધિમાં યુદ્ધકેદીના  તેને પકડી રાખવાના નિયમો, તેની સાથે વ્યવહારના નિયમો અને તેને છોડી મુકવાના નિયમો નક્કી કરાયા છે.

આઇસીઆરસીએ જણાવ્યું છે કે, જીનેવા સંધિમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાને અમલમાં મુકવાનો રહે છે. આઇસીઆરસી યુદ્ધકેદીની મુલાકાત લે છે, પછી તે સેનાનો વ્યક્તિ હોય કે કોઈ દેશના નાગરિક હોય. જીનેવા સંધિ મુજબ યુદ્ધ કેદી  કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, તેનું અપમાન ન કરવું જોઈએ. આ સાથે જ તેને રહેવા, ખાવા, કપડા, જરૂરી હોય તો તબીબી સારવાર અને કુદરતી જરૂરિયાતો મુજબની સુવિધાઓ પુરી પાડવી અનિવાર્ય છે.

Related posts

માનવ સ્વાસ્થ્યને કોરી ખાતી પ્લાસ્ટિકની પળોજણ

Nawanagar Time

વિશ્વ આર્ચરી ફેડરેશને શરતો સાથે ભારત પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો

Nawanagar Time

ગાંધી આશ્રમમાં ટ્રમ્પ દંપત્તિએ ચરખો કાંત્યો

Nawanagar Time

Leave a Comment