Nawanagar Time
સ્પોર્ટસ

તો ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે WORLD CUP નહીં રમે!

indias-cricket-team-will-not-play-world-cup-with-pakistan

પુલવામા હુમલા પછી દેશમાં ગમ અને ક્રોધનુ વાતાવરણ છે. પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નાં જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)ના સચિવ સુરેશ બાફનાએ કહ્યું છે કે આગામી વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે ભારતને ન રમવું જોઈએ. મળતા સમાચારો અનુસાર સુરેશે કહ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીરનાં આક્રમણ અંગે કંઈ બોલતા નથી મતલબ કે કંઈક ગરબડી છે.

સુરેશે કહ્યું કે અમે અમારા સૈન્ય અને સીઆરપીએફ જવાનો સામે આતંકવાદી ઘટનાઓની નિંદા કરીએ છીએ. સીસીઆઈ એક સ્પોર્ટ્સ સંસ્થા છે પરંતુ રમત પહેલા દેશ આવે છે. ઇમરાન ખાનને જવાબ આપવો જોઇએ. તે વડાપ્રધાન છે અને જો તેઓ માને છે કે આ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી, તો તે શા માટે બહાર આવી રહ્યા નથી? તેઓને ખુલ્લી રીતે બહાર આવવું જોઈએ. લોકોને સત્ય જણાવવું જોઈએ. તે લોકો સામે નથી આવતા, તેનો અર્થ એ છે કે કંઈક તો ગરબડી છે.

Related posts

રોહિત સહિત પાંચ ખેલાડીઓને મળશે ખેલ રત્ન, ખેલ મંત્રાલયે લગાવી મોહર

Nawanagar Time

વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં એમ.એસ. ધોનીને આરામ આપવામાં આવે એવી શક્યતાઓ

Nawanagar Time

હાર્દિકે ધોનીને પૂછ્યું: કેવો લાગ્યો મારો હેલિકોપ્ટર શોટ

Nawanagar Time

Leave a Comment