Nawanagar Time
નેશનલ

ભારતનું ‘મિશન શક્તિ’ ખૂબ જ ભયાનક: નાસા

indias-mission-power-is-very-awesome-nasa

ઉપગ્રહ ભેદી મિસાઈલ પરિક્ષણને કારણે અંતરિક્ષમાં કાટમાળના 400 ટૂકડા પડ્યાં

નવીદિલ્હી:-ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ (એ-સેટ) એટલે કે મિશન શક્તિ પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી છે. નાસા એ ભારતના મિશનને ખૂબ જ  ગણાવતા કહ્યું કે તેના લીધે અંતરિક્ષની કક્ષામાં અંદાજે 400 કાટમાળના ટુકદા પડ્યા છે. નાસાના મતે આનાથી આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અંતરિક્ષ પેસેન્જર્સ માટે નવો ખતરો ઉભો થઇ ગયો છે. નાસાની તરફથી આ વાત તેમના પ્રમુખ જિમ બ્રિડનેસ્ટાઇને કહી હતી. નાસાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેમણે ભારત દ્વારા પાંચ  પહેલાં કરાયેલા ટેસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે પૃથ્વીની નીચલી કક્ષામાં 300 કિલોમીટરની રેન્જ પર હાજર એક સેટેલાઇટ તોડી પાડ્યું હતું. તેની માહિતી ખુદ પીએમ મોદીએ આપી હતી. તેમણે દેશના નામે સંબોધન આપતા કહ્યું હતું કે આમ કરીને ભારતે સ્પેસ પાવર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે  આ એન્ટી-સેટેલાઇટ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ ટેસ્ટને ચિર-પ્રતિદ્વંદીઓ પાકિસ્તાન અને ચીન માટે કડક સંદેશ મનાતો હતો. બ્રિડેનસ્ટાઇનના મતે તમામ ટુકડા એટલા મોટા નથી જેને ટ્રેક કરી શકાય. તેમણે કહ્યું કે અમારી તેના પર નજર છે. મોટા ટુકડા ટ્રેક થઇ રહ્યા છે. અમે લોકો 10 સેન્ટીમીટર (6 ઇંચ)થી મોટા  વાત કરી રહ્યા છીએ. આવા અત્યાર સુધી 60 ટુકડા મળ્યા છે.

Related posts

જાણો કોની યાદમાં બહાર પડયો આ 100 રૂપિયાનો નવો સિક્કો..

Nawanagar Time

પેટ્રોલ થઈ શકે છે સસ્તું: ‘વિકલ્પ’ મળ્યો!

Nawanagar Time

ચિદમ્બરમની દિવાળી જેલમાં, કસ્ટડીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ

Nawanagar Time

Leave a Comment