Nawanagar Time
નેશનલ

સર્જિકલ, એર બાદ હવે ભારતની સ્પેસ સ્ટ્રાઇક,હવે અંતરિક્ષમાં પણ ભારત મહાશકિત: મોદી

indias-space-strike-after-surgical-air

300 કિ.મી. દૂર એન્ટી સેટેલાઇટ મિસાઇલ દ્વારા 3 મિનિટમાં લો અર્થ ઓર્બીટ તોડી પડાયા

નવી દિલ્હી:-આજે ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વક રીતે સફળતારૂપે 300 કિ.મી. દૂર એન્ટી  મિસાઇલ વડે લો અર્થ ઓર્બિટને ફકત 3 મિનીટમાં તોડી પાડી સમગ્ર વિશ્ર્વને અચંબીત કર્યું છે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, હવે ભારત અંતરીક્ષમાં પણ મહાશકિત બન્યું છે. અત્યાર સુધી અમેરીકા, રશિયા અને ચીન બાદ હવે ભારત આવો મહારત ધરાવનાર ચોથો દેશ બન્યો છે.

લોકસભા ચૂંટણીના  ડાઉન વચ્ચે આજે સવારે વડાપ્રધાન મોદીએ ટવીટ કરી દેશવાસીઓને જણાવ્યું હતું કે, હું 11-45 થી 12-00 કલાક વચ્ચે દેશને સંબોધિત કરીશ. વડાપ્રધાન મોદીના આ એક ટવીટને કારણે દેશવાસીઓમાં ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો કે, વડાપ્રધાન એવી તો શું ? જાહેરાત કરશે.

દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને ગૌરવ સમાન  આપ્યા હતા કે, દેશના અંતરીક્ષ વૈજ્ઞાનિકોએ ખૂબ જ મોટી સિદ્ધી હાંસીલ કરે છે આ સિદ્ધીરૂપે આજે અંતરીક્ષ વૈજ્ઞાનિકોએ એન્ટી સેટેલાઇટ મિસાઇલ વડે લો અર્થ ઓર્બિટ માત્ર ત્રણ મિનીટમાં તોડી પાડ્યા હતાં. અત્યાર સુધી આવી સિદ્ધી ફકત અમેરીકા, રશિયા અને ચીનના નામે જ હતી જેમાં હવે ભારતનો ઉમેરો થયો છે.  સિદ્ધી બદલ વડાપ્રધાન મોદીએ તમામ વૈજ્ઞાનિકો, સંશોધકો અને સહયોગીઓને શુભકામનાઓ પાઠવી હતી.

 

Related posts

જાહેરાતો આપવામાં ભાજપ અવ્વલ: મીડિયામાં 88ટકા એડ મૂકી!

Nawanagar Time

5835 શાળાઓને તાળાં મારવા શિક્ષણ વિભાગની તૈયારી

Nawanagar Time

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરૂદ્ધ તપાસ માટે કમિટીની રચના

Nawanagar Time

Leave a Comment