Nawanagar Time
સ્પોર્ટસ

INDvsAUS LIVE: હનુમા વિહારીને મળી બીજી સફળતા..

hanumba virat kohli cricket

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝનો બીજો ટેસ્ટ મેચ પર્થના નવા સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય બોલરો પ્રથમ સત્રમાં વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યાં હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 238 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ અને ટિમ પેન મેદાનમાં છે.

શોન માર્શ (45)ને હનુમા વિહારીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અંજ્કિય રહાણેએ સ્લિપમાં કેચ ઝડપ્યો હતો. 232ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાએ પાંચમી વિકેટ ગુમાવી હતી. શોન માર્શ અને હેડ વચ્ચે પાંચમી વિકેટની 84 રનની ભાગીદારી થઈ હતી. ભાતર તરફથી હનુમા વિહારીએ બે વિકેટ ઝડપી છે, જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 1-1 સફળતા મળી છે.

ટી બ્રેક બાદ પીટર બૈંડસ્કોમ્બ (7)ને વિરાટ કોહલીએ બીજી સ્લિપ પર શાનદાર કેચ કર્યો હતો. ઈશાંત શર્માએ ભારતને ચોથી સફળતા અપાવી હતી. 148ના સ્કોર પર કાંગારૂએ આ વિકેટ ગુમાવી હતી.

લંચ બાદ ઓસ્ટ્રેલિયાએ પોતાની બેટિંગ શાનદાર રીતે આગળ વધારી હતી. આ દરમિયાન ઓપનર માર્કસ હૈરિસે ઈનિંગની 30મી ઓવરમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. આ બંન્ને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી પણ કરી હતી. ઈનિંગની 35મી ઓવરમાં ફિન્ચે તેના ટેસ્ટ કરિયરની બીજી અડધી સદી પૂરી કરી હતી. પરંતુ ત્યારબાદ મેચની 36મી ઓવરમાં બુમરાહે ફિન્ચને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. તેણે માત્ર પાંચ રન બનાવ્યા હતા. લંચ બાદ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી. રોહિત શર્માના સ્થાને ટીમમાં રમી રહેલા હનુમા વિહારીએ સેટ થઈ ગયેલા ઓપનર માર્કસ હૈરિસ (70) રન પર આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. હૈરિસે 141 બોલની ઈનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે પોતાની અંતિમ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારી અને અશ્વિનના સ્થાને ઉમેશ યાદવનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની લીડ મેળવવા માટે મેદાને ઉતરી છે. ભારતીય ટીમે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ શરૂ
ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ હૈરિસ અને એરોન ફિન્ચે ઈનિંગની શરૂઆત કરી છે. ભારત તરફથી ઈશાંત શર્મા પ્રથમ ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.

વાકાના જૂના મેદાનની પિચ હંમેશા ફાસ્ટ બોલરોને અનુકૂળ માનવામાં આવતી હતી અને અહીં નવા મેદાન પર પણ આ પરંપરાને યથાવત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમ પર આ પ્રથમ ટેસ્ટ મેચ છે. પિચ પર ઘાસ હોવાથી બંન્ને ટીમોએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે.

ટીમ
ભારતીય ટીમઃ વિરાટ કોહલી, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ, માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પૈટ કમિન્સ, નાથન લાયન, જોશ હેઝલવુડ.

Related posts

ભારતમાં ફૂટબોલની રમત લોકપ્રિય બનાવવા રિલાયન્સે ઝંપલાવ્યું

Nawanagar Time

ક્રિકેટર અશ્વિનની અમદાવાદ કમિશ્નરે કાઢી ઝાટકણી.. શુ છે વિગત જાણો વધું.

Nawanagar Time

જીવલેણ કેન્સરને હરાવીને શ્યામલીએ 25 કિ.મી.ની રેસમાં સિલ્વર મેડલ જીત્યું

Nawanagar Time

Leave a Comment