Nawanagar Time
ગુજરાત જામનગર

સસ્તી લકઝુરિયસ કારના ફ્રોડસ્ટરો ભૂગર્ભમાં

inexpensive-luxury-freighters-in-the-car-underground

પોલીસની જાગૃતતાના કારણે લોકો ચેત્યા: ગાડી મળી જશેની અપાતી ધરપત!

જામનગર:-જામનગરમાં  મોંઘી દાટ લકઝુરિયસ ગાડીઓ સસ્તા ભાવે વેંચવાના કારસામાં પોલીસ ઍકશન મોડમાં આવતાં જ લોકોને શિશામાં ઊતારવાની મહેચ્છા સાથે મેદાને ઊતરેલા ફ્રોડસ્ટર ટોળકી ભૂગર્ભમાં ઊતરી ગઈ હોવાની વિગતો બહાર આવી છે.

છેલ્લા એકા’દ વર્ષથી જામનગર શહેરમાં ફોરચ્યુનર, આઉડી, ફોર્ડ એન્ડેવર, ઈનોવા, ક્રેટા સહિતની લકઝુરિયસ અને મોંઘીદાટ ગાડીઓ શો-રૂમ કિંમત કરતાં પણ રપ થી 30 ટકા નીચા ભાવે વેંચવાના જબરદસ્ત સ્કેમ મામલે જિલ્લા પોલીસ વડા જાગૃત બનતાંની સાથે જ ફ્રોડસ્ટર આલમમાં સોપો પડી ગયો હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહ્યાં છે.

ટોંચના સૂત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ, લોકોને સસ્તા ભાવની ગાડીઓની લાલચમાં લાંબા ગાળે લૂંટવાના પ્લાનમાં હાલ તો સોપો પડી ગયો છે. જો કે, આ સસ્તા ભાવની સ્કીમમાં જામનગરના ભાજપ અને કોંગ્રેસના ટોંચના રાજકારણીઓએ લકઝુરિયસ ગાડી લેવાનો લાભ લઈ લીધો છે, પરંતુ અનેક એવા પણ ગ્રાહકો છે કે, જે લોભમાં લપસ્યા છે અને હજુ પણ ગાડી આવવાનો ઈન્તઝાર કરી રહ્યાં છે. બીજી તરફ એવી પણ વિગતો બહાર આવી રહી છે કે, સસ્તા ભાવે ગાડી                            નોંધાવનારા લોકોને લૂંટાઈ જઈશું તો? તેવી શંકા જતાં ગાડી માટે ચૂકવેલા નાણાં પરત લેવા પણ લાઈનો લાગી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, સસ્તા ભાવે લકઝુરિયસ ગાડી લેવામાં જે-જે ગ્રાહકોને જોખમ લાગતું હોય, તેવા લોકો આ ફ્રોડસ્ટર ગેંગમાં ઘરોબો ધરાવતા લોકો પાસે ગેરેંટી મેળવે છે, પરંતુ ગેરેંટી મેળવનારા ગ્રાહકોને લકઝુરિયસ ગાડી રપ થી 30 ટકાના બદલે 10 થી 15 ટકા સસ્તા ભાવે આપવામાં આવે છે.

હાલ તૂરંત તો પોલીસની જાગૃતતાના કારણે ફ્રોડસ્ટરો ભૂગર્ભમાં ચાલ્યા ગયાં હોવાનું અને લાગતા-વળગતાઓ મારફતે ગાડી મળી જશે તેવી ગેરેંટી આપી રહ્યાં હોવાનું સૂત્રો અંતમાં જણાવી રહ્યાં છે

Related posts

જામનગરમાં 250 લોકોને કોરોના વૅક્સિન અપાઈ: ટ્રાયલ સફળ

Nawanagar Time

આજની શરમ: મેયરનો વોર્ડ જ ગોબરો

Nawanagar Time

જામનગરમાં નવા ત્રણ કોરોના પૉઝિટીવ: કુલ 71

Nawanagar Time

Leave a Comment