Nawanagar Time
દ્વારકા

કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ કોરોના સંક્રમિત

જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં અગ્રણીઓમાં દોડધામ થઈ પડી છે. સાથો-સાથ પાલભાઈના સંપર્કમાં આવેલાં તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

દિલ્હી ખેડૂત આંદોલનમાં રાજકોટ ધરણામાં તથા સાઈકલ પર પ્રવાસ જેવા અનેક કાર્યક્રમો તેમણે હાલમાં કર્યા હોય તથા આ આંદોલનો ધરણા તથા કાર્યક્રમોમાં તેઓ અનેક કાર્યકરોના સંપર્કમાં પણ આવ્યા હોય તેમનો ગઈકાલે કોરોના રીપોર્ટ પોઝિટિવ નીકળતા તેમણે તેમના સંપર્કમાં આવેલા વ્યકિતઓને ટેસ્ટીંગ કરવા વિનંતી કરી છે જેથી કોરોના સંક્રમણ હોય તો તેઓ દાકતરી સારવાર કરાવી શકે.

Related posts

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના 19 શંકાસ્પદ કેસો પૈકી 18ના રિપોર્ટ નેગેટિવ

Nawanagar Time

નયારા એનર્જી વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડાને ખેડૂતની રાવ

Nawanagar Time

ઘડી ડિટર્જન્ટ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા દ્વારકાના ખેડૂતોની હાલત કફોડી

Nawanagar Time