Nawanagar Time
નેશનલ

બ્રુકફિલ્ડ ઇન્ડિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ રૂા. 13,000 કરોડમાં ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઇન હસ્તગત કરશે

half-the-city-is-not-disposed-of-waste-water

મુંબઈ:-બ્રુકફિલ્ડ ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન હસ્તગત કરવા રૂા. 13,000 કરોડનું મૂડી રોકાણ કરશે. બ્રુકફિલ્ડ દ્વારા એક પ્રારંભિક પ્લેસમેન્ટ મેમોરેન્ડમ દાખલ કરીને ભારતીય  ટ્રસ્ટ જે ઇનવિટ તરીકે 90%નું રોકાણકાર હશે અને તેની મારફતે ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન (પાઇપલાઇન) હસ્તગત કરવામાં આવશે. આ સોદાના ભાગરૂપે, ઇનવિટ પાઇપલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (પીપીપીએલ) માં 100% ઇક્વિટી હિત હસ્તગત કરશે, જે હાલમાં પાઇપલાઇનની માલિકી અને સંચાલન હક ધરાવે છે. બ્રુકફિલ્ડ દ્વારા કરાયેલ આ સંપાદનને અનુલક્ષીને હાલના પાઇપલાઇન  કરારમાં 56 એમએમએસ સીએમડીની અનામત ક્ષમતાને 33 એમએમએસ સીએમડી જેટલી ઘટાડવામાં આવી.  આરઆઇએલ દ્વારા કોઈપણ બિનઉપયોગી ક્ષમતા ચુકવણી એક ત્રિમાસિક ગાળામાં રૂ. 500 કરોડ અને પીઆઇપીએલ દ્વારા મેળવેલ વાસ્તવિક આવક વચ્ચેના તફાવત જેટલી હશે. આરઆઇએલ પોતે અથવા કોઈપણ ગ્રાહકો માટે કોઈપણ બાકીની બિનઉપયોગી ક્ષમતા ચુકવણી સામે ગેસના મફત પરિવહન  આરઆઇએલનાં અબાધિત હક ચાલુ રહેશે.

વર્તમાન મંજૂર દર રૂા. 71.66/એમએમબીટીયુ પ્રમાણે જો પરિવહન થયેલ સરેરાશ ગેસ જથ્થો 22 એમએમએસસીએમડી હશે, તો બિનઉપયોગી ક્ષમતા ચુકવણી કરવા આરઆઇએલ જવાબદાર રહેશે નહીં. એપ્રિલ 2020 માં ટેરિફની આગામી સમીક્ષામાં પાઇપલાઇનની સુધારેલી ઓછી ક્ષમતાના નિર્ધારણથી ઉદભવતા ટેરિફમાં વધારો કરવા અંગેની બાબત પણ ધ્યાનમાં લેવાશે.

બેસિનમાં અપસ્ટ્રીમ સેક્ટરમાં નવાં રોકાણો તથા એલએનજીની વધતી જતી આયાત અને ગેસ વિનિમય કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પાઇપલાઇન દ્વારા પરિવહન થનાર સરેરાશ જથ્થો હાલના સ્તરોની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ રહેશે તેવી આશા છે. આરઆઇએલનું વર્તમાન પ્રેફરન્સ શેરોમાં રૂ. 4,000 કરોડનું રોકાણ ચાલુ રહેશે અને તેને 20 વર્ષ પછી ઇક્વિટીમાં  કરી શકાશે.

Related posts

રામમંદિર વિવાદ વાતચીતથી ઉકેલવો જરૂરી: જસ્ટિસ બોબડે

Nawanagar Time

વર્ષ 2012-13નું ભૂત ધુણ્યુ શ્રીમંતો સહિત 1 લાખ કરદાતાઓને ઈંઝની નોટિસ

Nawanagar Time

મમતા સરકાર પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકેઃ ભાજપ

Nawanagar Time

Leave a Comment