Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં પાડોશીએ માથામાં બોટલ ફટકારતા વૃદ્ધાનું મોત

injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head

જામનગર:-જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી એક વૃદ્ધા પર ઉશ્કેરાઈ ગયેલા પાડોશીએ હુમલો કરી કાચની બોટલ ફટકારી ગંભીર ઈજા પહોચાડતા તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ બનાવ અંગે આરોપી સખ્સને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ  વિગત મુજબ, શહેરના ધરારનગર-1 માં વૈશાલીનગરમાં રહેતી જયાબેન કમાભાઈ પરમાર (ઉ.વ. 66) સાથે તેની બાજુમાં રહેતા પાડોશી સંજય લાખા પરમાર નામના સખ્સે કોઈ બાબતે બોલાચાલી કરી હતી, જેને લઈને તા. 14મીના અગિયારે’ક વાગ્યે સંજયે વધુ એક વખત બોલાચાલી કરી માથાના ભાગે કાચની બોટલ મારી હતી.

જેને લઈને વૃદ્ધાને ગંભીર  પહોચતાં તાત્કાલી જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાંથી ગઈ કાલે વધુ સારવાર માટે તેણીને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. જો અર્ધ રસ્તે જ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને વૃદ્ધાના મૃતદેહને લઈને પુત્રી પારૂબેન સોલંકી પરત જામનગર આવ્યા હતા.

injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head
injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head
injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head
injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head
injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head
injamnagar-the-neighbor-died-of-bottling-of-bottles-in-the-head

આ ઘટના સામે આવતા સીટી બી ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ  દોડી ગયો હતો. જો કે બનાવથી માંડી મૃત્યુ સુધી પોલીસમાં કોઈ નોંધ નહિ થતા આશ્ર્ચર્ય સર્જાયું છે. વૃદ્ધાને ગંભીર ઈજા હોવા છતાં પોલીસે ફરિયાદ કેમ ન નોંધી એ પણ તપાસની બાબત છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મેળામાં પર્ફોમન્સ લાયસન્સના અભાવે મોટી રાઈડ્સ બંધ

Nawanagar Time

દ્વારકામાં સુશાસન દિવસે કલેકટરની હાજરીમાં કોરોના ગાઈડલાઈનના લીરાં ઉડ્યાં

Nawanagar Time

હાય રે.. કળિયુગ ! માસૂમ બાળકને તરછોડી માતા-પિતા ફરાર

Nawanagar Time

Leave a Comment