Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુરમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતો શખ્સ ઝડપાયા

injamodhpur-a-car-carrying-liquor-smuggled-into-the-car

પોલીસે દેશી દારૂની 40 કોથળી સહીત રૂા.304000નો મુદામાલ કબજે કર્યો: અન્ય બે શખ્સોના ખુલ્યા નામ

જામનગર:-જામનગર જોધપુરમાં દેશી દારૂની સપ્લાય કરવા જતાં કારમાં નિકળેલા શખ્સને પોલીસે 40 નંગ દેશી દારૂની કોથળીઓ તેમજ કાર સાથે ઝડપી લઇ કુલ રૂા.304000નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જામજોધપુરમાં બહુચરાજી મંદિર પાસેથી પોલીસે મહીન્દ્રા ઝાયલો કાર નં.જીજે10 એપી 8747માં દેશી દારૂની પાંચ લીટરની 40 નંગ કોથળીઓ તથા કાર સાથે અલ્તાફ ઉર્ફે જુબેર અલી મામદ સુર્યા (રહે. ઉપલેટા મદીના સોસાયટી)ને  ઝડપી લીધો હતો જયારે આ દેશી દારૂનો જથ્થો મુસા સમા (રહે. વેરાવળ) પાસેથી લઇને યુનુસ સુલેમાન રાવકરડા (રહે. જામજોધપુર)ને આપવા જતાં હોવાનું ખુલ્યુ હતું. પોલીસે અલ્તાફને ઝડપી લઇ કુલ રૂા.304000નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે મુસા સમા અને યુનુસ સુલેમાનને ફરારી જાહેર કરી ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

પશુઓમાં આ રોગ દેખાતા પશુપાલન વિભાગ એલર્ટ, તબીબોએ આપી આ સલાહ

Nawanagar Time

નગરસીમ વિસ્તારનો ભૂગર્ભ ગટર પ્રશ્ર્ન હલ: સવા કરોડના ખર્ચે કેનાલનું કામ મંજૂર

Nawanagar Time

બ્રિટનથી 20 એનઆરઆઈ જામનગર પહોંચી ’ગ્યા, તંત્ર ઍલર્ટ

Nawanagar Time

Leave a Comment