Nawanagar Time
ગુજરાત જામનગર

નવી જેટી બનાવવાની જગ્યાએ જૂનીને પુનર્જીવત કરવા રજૂઆત

instead-of-making-new-jetty-the-introduction-to-revive-the-old-one

જામનગરના રોઝી બંદરે નવી જેટી બનાવવાનું કામ રોકી જુની જેટીઓ અને બંદરોને ચાલુ કરવા માંગ

જામનગર:-જામનગરના રોઝી બંદર ખાતે નવી જેટી બનાવવાનું કાર્ય ચાલુ થવાનું છે  સદંતર વ્યર્થ અને પર્યાવરણ તેમજ દરીયાઇ જીવસૃષ્ટિને નુકશાનકર્તા અને સરકારી નાણાનો દુરૂપયોગ છે કારણ કે જામનગરમાં બેડી બંદર, નવા બંદર, રોઝી બંદર ખાતે જુની જેટીઓ આવેલી છે જે વપરાશ ન હોવાના કારણે પડતર હાલતમાં છે અને જેને રિપેરીંગ કરવાની જરૂર છે. જો તેમાં થોડો ખર્ચ કરીને તેમને યોગ્ય રીપેર  આવે તો આ જેટીઓ નવી બની જાય તેમ છે. આ ઉપરાંત ઘણા વર્ષોથી જામનગરના બંદરો ઉપર માલની આવક જાવક નહિવત છે અને બંદરો કામગીરી  વગર સુમસામ પડેલ છે તેની કોઇ જાળવણી થતી નથી ત્યારે આ પ્રકારનો નવી જેટી બનાવવાનો ખર્ચ શું વ્યાજબી છે? તેવો સવાલ આરટીઆઇ એકટીવીસ્ટ સંઘાર અનવર  ઉઠાવ્યો છે.

નવી જેટી બનાવવાથી પર્યાવરણને દરીયાઇ જીવસૃષ્ટિને અને દરિયાઇ વનસ્પતિને ખુબ જ મોટા પાયે નુકશાન થાય છે જામનગરનો દરિયા કિનારો અનેક રીતે ફળદ્રુપ અને દરિયાઇ જીવસૃષ્ટિ માટેનું મુખ્ય રહેઠાણ છે તેમજ આ આ નવી જેટી બનાવવી એટલ ફરજીયાત જણાતી નથી પરંતુ કયા કારણોસર આવા નિર્ણયો લેવામાં આવે છે  એક મુંઝવતો પ્રશ્ર્ન છે ? આપણાથી ઓછા ખર્ચે જો વ્યવસ્થા ઉભી થઇ શકતી હોય તો આ વધારાનો નવો ખર્ચ કરવો શું યોગ્ય છે ? તેમજ જામનગરના એક સમયના કામગીરીથી ધમધમતા બંદરોને ફરીથી ચાલુ કરવાની જરૂર છે. જામનગરના તમામ બંદરો બારમારી બંદરો છે અને તેનો ઉપયોગ કરી ખૂબ જ વિકાસ  શકાય તેમ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.

નવી જેટી અંગે મારો તેમજ બંદરની આસપાસના સ્થાનિક વિસ્તારના લોકો, માછીમારો તેમજ પર્યાવરણ પ્રેમીઓ અને દરિયાઇ વ્યવાસય સાથે સંકળાયેલા લોકોનો વિરોધ છે અને આ બાબતે જો યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ આ બાબતને રોકવા માટે યથાયોગ્ય  કરવામાં આવશે. તેવું રજૂઆતના અંતે જણાવ્યું છે.

Related posts

જામનગર જિલ્લા પંચાયત ઈન્ચાર્જના હવાલે

Nawanagar Time

ગંદકીથી આ જિલ્લાના લોકો હેરાન-પરેશાન, અનેક રજૂઆત છતા કોઈ નીવેડો નહીં

Nawanagar Time

દોઢ મહિના બાદ જામનગરમાં મેધકૃપા, વરસાદને કારણે પ્રજામાં આનંદ

Nawanagar Time

Leave a Comment