Nawanagar Time
ગુજરાત જામનગર

રોઝી બંદર પુન: જીવીત કરવાના સ્થાને નવી જેટી બનાવવાનો તંત્ર નો તૂક્કો…

instead-of-rejuvenating-rossi-port-the-new-jetty-has-to-be-replaced

જુના બંદરો શરૂ કરવાથી રોજગારી મળશે: નવી જેટીથી દરિયાઇ જીવોને નુકશાન ઠેર ઠેર વિરોધ

જામનગર:-દરિયા કાંઠે વર્ષોથી પડતર બેડી બંદર, નવા બંદર અને રોઝી બંદરને પુન: કાર્યરત કરવાના સ્થાને નવી જેટી બનાવવા તંત્રએ તૂક્કો લગાડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે જામનગર વોર્ડ-1ના કોર્પોરેટર હુસેના સંઘારે  પ્રદુષણ બોર્ડ, મુખ્યમંત્રી, વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડને રજૂઆત કરી છે. વોર્ડ નં.1ના કોર્પોરેટર હુસેના સંઘારની રજૂઆતમાં જણાવાયું છે કે, બેડી બંદર, નવા બંદર, રોઝી, સીડબલ્યુ જેટી, છેલ્લા ઘણા વર્ષથી બંધ અને જર્જરીત હાલતમાં છે તેને રીપેર કરી ચાલુ કરવુ જોઇએ. જે નવી જેટી બનાવવામાં આવે છે તેના  બંદરો બંધ પડેલા છે નવા બંદર અને બેડી બંદર ચાલુ કરવા જોઇએ પણ નવી જેટી બનાવવાની કોઇ પણ જરૂર નથી. જો બનશે દરિયાઇ જીવજંતુનો નાશ થશે. તેમજ ચેરીયાઓ, આજુબાજુમાં આવેલા મીઠાના કયારાઓ તેનો  પણ નાશ થશે. સામાજીક કાર્યકર અનવર સંઘારે રજૂઆતમાં કહ્યું છે કે, આ વિસ્તારમાં રોઝી, પિરવર બંદર,  જેટીની બાજુમાં આવેલા ખાડામાં જ્યાં જેટી બનાવવામાં આવશે રોલીંગની જેમાં દરિયાઇ પાણી ખરાબ થાશે તેમજ ફોરેસ્ટના વર્ષોથી મહેનત કરતા અધિકારીઓ તેમજ મજુરો ચેરીયા વાવીને મોટા કરતા તેને ખુબ જ નુકસાન થશે. ચેરીયા વાવવા માટે ગુજરાત સરકાર (ફોરેસ્ટ) ભાખી રૂપિયાની ખર્ચો કરે છે અને વર્ષોથી કરે છે અને મીઠાના કયારાને  નુકસાન થશે અને ઘોંઘાટ પણ વધશે.

instead-of-rejuvenating-rossi-port-the-new-jetty-has-to-be-replaced
instead-of-rejuvenating-rossi-port-the-new-jetty-has-to-be-replaced
instead-of-rejuvenating-rossi-port-the-new-jetty-has-to-be-replaced
instead-of-rejuvenating-rossi-port-the-new-jetty-has-to-be-replaced

Related posts

જામનગરમાં પાક નુકસાની અંગે સર્વે માટે નોડલ અધિકારી નિમાયા

Nawanagar Time

માં અમૃતમ્ યોજનાનું કાર્ડ હોવા છતાં નાણાં વસૂલતા તબીબને ફડાકાવાળી

Nawanagar Time

કાલાવડ નજીક કારે રિક્ષાને ઠોકર મારતા યુવાનનું મોત અને સસોઇ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

Nawanagar Time

Leave a Comment