Nawanagar Time
ગુજરાત જામનગર

તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ..છઈઈના બદલે પથ્થરની કેનાલના કામના બિલમાંથી 5% બાદ ન થયા !

instead-of-shade-5-of-the-stone-canal-work-bill-has-not-been-released-2

અતુલ પેટ્રોલિયમથી અંધાશ્રમ રેલવે ફાટક સુધીના આ રૂા.29 લાખના કામની ખરેખર જરૂર શું હતી એ તો લોકોના ગળે ઉતરતુ જ નથી..!

જામનગર:-આરસીસીને બદલે પથ્થરની કેનાલના કામમાં બીલમાંથી પાંચ  બાદ કરવાની શરતનો ઉલાળિયો થયો હોવા છતાં આ બાબતને નજર અંદાજ કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. અતુલ પેટ્રોલિયમથી અંધાશ્રમ રેલવે ફાટક સુધી રૂા.ર9 લાખના આ કામની ખરેખર શું જરૂર હતી? તે વાત હજુ લોકોને સમજાય નથી. તંત્રએ મીઠી નજર હેઠળ વધુ ગુપચુપ થવા દીધુ હોવાની શંકા પણ હાલ વ્યકત  આવી રહી છે.

શહેરમાં થતા કહેતા વિકાસ કામોમાં અનેક કામ એવા હોય છે કે તેની ઉપયોગીતા અંગે લોકોના ગળે કયારેય વાત ઉતરતી હોતી નથી તેવુ જ કામ દિગ્જામ સર્કલ પાસેના કેનાલનું છે તે કામની ઉપયોગીતા તો સ્પષ્ટ થતી નથી ઉપરથી ઠરાવ મુજબ દરેક બીલમાંથી પાંચ ટકા બાદ કરવાની ટેન્ડરની  હતી તે રકમ બાદ થઇ નથી છતાં કોઇ કંઇ બોલ્યુ નહી બધુ જ ગુપચુપ થઇ ગયુ ખંભાળિયા રોડ અતુલ પેટ્રોલપંપથી શરૂ કરી અંધાશ્રમ રેલવે ફાટક સુધી યુ.સી.આર. મેશનરીથી ઓપન કેનાલ બનાવવાના કામ અંગે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 29 લાખના ખર્ચે કામ કોર્પોરેશન દ્વારા અપાયુ -કરાવાયુ હતું.

એક તો અહી ત્રણ મહીનાના સમય ગાળામાં કામ પુરૂ કરવા માટે આર.સી.સી.ના બદલે પથ્થરની કેનાલ બનાવવાનું કામ મંજુુર થયુ તે વિચારવા જેવુ છે કે તેનાથી ફરક શું પડવાનો છે (દરેક પ્રોજેકટમાં કામની ઉપયોગીતા-મહત્વ અને લાંબા ગાળાની અઢર તે પોઇન્ટ હોવા જ જોઇએ જે કોર્પોરેશન કયારેય સ્પષ્ટ કરતુ નથી) આ  થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન પણ કરવાનું મંજુર થયુ હતું. આ કામમાં શરત એ હતી કે ગેરંટી પીયડ, કમ્પ્લીશનથી 3 વર્ષ માટે હતું તેથી ટેન્ડર કોષ્ટના પાંચ ટકા મુજબ ફ્રી મેન્ટેનન્સ ગેરંટી ડીપોઝીટ દરેક બીલમાંથી બાદ કરવાનું ફરજીયાત હતું. પરંતુ દરેક બીલમાંથી પાંચ ટકા બાદ થયા નથી.

Related posts

ગ્રેઈન માર્કેટમાં ફરી પાસ સિસ્ટમ અમલી

Nawanagar Time

શહેરમાં મતદાતા જાગૃતિ રેલીમાં ગાય ઘૂસી આવતાં નાસભાગ

Nawanagar Time

રોંગ સાઈડમાંથી આવતી કારને બચાવવા જતા ટેન્કર પલટી ગયું

Nawanagar Time

Leave a Comment