Nawanagar Time
ગુજરાત રાજકોટ

કરો લ્યો વીજ બચત! ઉજાલાની હવે જાજી ગેરંટી નહીં !

instead-of-shade-5-of-the-stone-canal-work-bill-has-not-been-released-2

વોરંટી પિરિયડ ત્રણ વર્ષથી ઘટાડીને ફક્ત 1 વર્ષ જ કરી નખાતા ભારે દેકારો

રાજકોટ:-રાજ્યભરના એલઈડી બલ્બ,  અને પંખા ખરીદનારા ગ્રાહકોને હવે સરકારે ઉજાલા યોજનામાં વોરંટી પિરિયડ ઘટાડીને એક વર્ષનો કરી નાખતાં ગ્રાહકો નારાજ છે. ત્રણ વર્ષની વોરંટીવાળા બલ્બ ખરાબ થતાં સરકારે આ વોરંટી મર્યાદા એક વર્ષની કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

રાજ્યભરની વીજ સબ ડિવિઝન કચેરીમાં ઉજાલા બલ્બ ટ્યૂબલાઈટ બદલાવા માટે ગ્રાહકોએ રઝળપાટ  પડતી હોવાની  ફરિયાદો વધી રહી છે. વર્ષ 2006થી અમલી બનેલી આ યોજનાનો 30 લાખથી વધુ ગ્રાહકોએ શરૂઆતના તબક્કે લાભ લીધો હતો. હવે જ્યારે વોરંટી મર્યાદાની અંદર બલ્બ કે ટ્યૂબલાઈટ

ખરાબ થવા લાગ્યાં ત્યારે એજન્સીઓ સ્ટોક ખલાસ થઈ ગયો છે. એજન્સી બદલાઈ ગઈ છે વગેરે બહાનાં હેઠળ ગ્રાહકોને ધક્કા ખવડાવી  ઊંચા કરી દેતી હોવાની ફરિયાદો વધી રહી છે. હવે ત્રણ વર્ષની વોરંટીવાળા એલઈડી બલ્બ ખરાબ થવા લાગતાં જ સરકારે વોરંટી પિરિયડ ઘટાડીને એક વર્ષનો કરી દીધો છે. જે તે સબ ડિવિઝન કચેરીમાં જૂનો સ્ટોક હશે ત્યાં સુધી જ ત્રણ વર્ષની વોરંટીવાળા બલ્બ મળશે. 1લી જાન્યુઆરીથી આ એક વર્ષની મર્યાદા  કરાઈ છે. જેમાં ઉજાલા બલ્બ માટે એક વર્ષ, ટ્યૂબલાઈટ માટે ત્રણ વર્ષ અને પંખા માટે અઢી વર્ષની વોરંટી મળશે.

Related posts

ખંભાળિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા: એક ફરાર

Nawanagar Time

વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં વૃક્ષોની કત્લેઆમ

Nawanagar Time

અર્થશાસ્ત્રના નિષ્ણાંત ‘કોંગ્રેસી’ ઉમેદવાર ‘મુળુભાઈ’ હાલારની સમસ્યાઓ ઉકેલશે

Nawanagar Time

Leave a Comment