Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર-રાજકોટ વચ્ચે રગસીયા ગાડા માફક દોડતી ઇન્ટરસીટી બસ

intercity-bus-running-between-jamnagar-rajkot-like-raggedia-gada

માત્ર 90 કીમીનું અંતર કાપતા એસટીની ઇન્ટરસીટી બસને લાગે છે બે થી અઢી કલાકનો સમય

જામનગર:-જામનગર રાજકોટ વચ્ચે દોડતી ઇન્ટરસીટી બસ મુસાફરોની સગવડતા માટે એસટી તંત્રએ શરુ કરી હતી પરંતુ હવે આજ ઇન્ટરસીટી બસ મુસાફરો માટે પરેસાની બની ગઈ છે. જામનગર થી રાજકોટ વચેનું અંતર 100 કી.મી. છે પરંતુ ઇન્ટરસીટી બસ આ અંતર કાપવા માટે બે થી અઢી કલાક જેટલો સમય લેતી હોય કાયમી ઉપ-ડાઉન કરતા મુસાફરો ત્રાસી ગયા છે.

જામનગર થી રાજકોટ જવા માટે એસટી તંત્રએ ઇન્ટરસીટી મીની બસ શરુ કરી છે, જામનગર થી રાજકોટ વચે પાચ જેટલી આવી ઇન્ટરસીટી બસ દોડે છે, એસટી તંત્રએ આ મીની બસ મુસાફરોની સગવડતા માટે શરુ કરી હતી. ગામડાઓમાં ફરી ફરીને ન જતી હોવાને કારણે ઇન્ટરસીટી બસને ટ્રાફિક પણ શરુ એવું મળી રહે છે, પરંતુ હવે આજ ઇન્ટરસીટી બસ મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે, કારણ કે જામનગર થી રાજકોટ વચેનું અંતર માત્ર 100 કી.મી.જેટલું છે અને તેનાં માટે પોણી કલાક જેટલો સમય લાગતો હોય છે, પરંતુ એસટી દ્વારા શરુ કરાયેલી આ મીની ઇન્ટરસીટી બસ બે થી અઢી કલાક જેટલો સમય લેતી હોય ઉપ-ડાઉન કરતા નોકારીતાય મુસાફરોને ભારે અગવડતા પડી રહી છે, કોઈ વાર બે કલાક તો કોઈ વાર અઢી કલાક જેટલો સમય લાગતો હોય નોકરી કરવા માટે રાજકોટ કે રાજકોટ થી જામનગર આવતા મુસાફરોને ભરી પરેસાની ઉભી થાય છે.

નોંધનીય બાબત તો આ છે કે લાંબા અંતરની કે જે અમદાવાદ કે અન્ય શહેરોથી બસ આવે છે તેનાં સિવાય જામનગર થી રાજકોટ જવા માટે જામનગર થી એક પણ એક્ષ્પ્રેસ બસ નથી. તેનાં કારણે પણ મુસાફરોને અગવડતા પડી રહી છે. ત્યારે એસટી તંત્ર હવે જામનગર થી રાજકોટ જતી ઇન્ટરસીટી બસને સમય સર પહોચાડે છે કે નહિ તે તો જોવુ જ રહ્યું.

Related posts

જામનગર જિલ્લાના 265 ગામડાઓ નર્મદાના ભરોસે

Nawanagar Time

હાલારમાંથી ચિંતાજનક રીતે છોકરીઓના ગુમ થવાના વધતા બનાવ

Nawanagar Time

હિન્દુત્વના એજન્ડા ઉપર ગુજરાતમાં ભાજપને મત આપ્યા છે: લવ-જેહાદનો કાયદો ઘડો

Nawanagar Time

Leave a Comment