Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકામાં 65 કરોડના વિકાસ કામોના ગાંધીનગરથી તપાસ

investigation-of-65-crore-development-works-in-gandhinagar-in-dwarka

મીડિયાકર્મીઓ મુલાકાતની ઘટનાસ્થળે  માત્ર પાંચ મિનિટમાં નિરીક્ષણ કરી ચાલ્યા ગયા

દ્વારકા:-યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત ટુરીઝમ દ્વારા દ્વારકામાં 65 કરોડના ખર્ચે જુદી-જુદી જગ્યાએ વિકાસના કામો કર્યા છે તે કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠી છે તેમજ થોડા સમય પહેલા ધિરૂભાઇ અંબાણી માર્ગપર બાવીસ જેટલા કલાત્મક પીલોરો તૂટવાના અહેવાલો વર્તમાન પત્રોમાં વહેતા  હતા. તેમજ થોડા દિવસો પહેલા દ્વારકાધીશ જગતમંદિર જવાના રસ્તા વચ્ચે કિર્તી સ્થંભ પાસે વિકાસકામોમાં બનાવેલ પધોલાનું પીઠીયું નીચે પડવાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર પછી  શુક્રવારે દ્વારકા પોલીસ સ્ટાફ તેમજ દ્વારકાનગર પાલીકાના એન્જિનિયરને સાથે રાખી ગુજરાત ટુરીઝમ વિભાગના ગાંધીનગરના  એન્જિનિયર મુકેશ ભાવસર અને તેમની સાથે નોડલ ઓફિસર કિર્તી  પાસેના વિકાસ કામોની સ્થળ ઉપર વિઝીટ કરવા આવ્યા હતા ત્યારે  પત્રકારો ત્યાં ઘટનાસ્થેળે પહોંચી જતા ત્યાં માત્ર પાંચ થી દસ મિનીટની મુલાકાત લઈ નીકળી જતાં હતા ત્યારે મુકેશ ભાવસર પત્રકારો સમક્ષ પ્રથમ તો કશું કહેવા માંગતા ન હતા. જો કે ત્યારબાદ તેઓએ કહેલ કે હું ઓફિસીયલી કામે આવ્યો જ  બાવીસ પીલોરો તૂટવા પ્રકરણમાં તેઓએ જણાવ્યું કે અમારૂ માનવું છે કે પીલોરો તોડી નાખવામાં આવ્યા છે. ખાતાકીય આદેશો આવી ગયા છે અને કલેકટરનો કાગળ ટેકનિકલ ઓડીટનો આદેશ આવી ગયો છે તપાસ ચાલુ  છે તેમ કરી પાંચ મિનિટમાં ત્યાંથી નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અન્ય વિકાસના અન્ય કામોમાં પણ  ગુણવતાના આક્ષેપો થયા છે, પરંતુ તેમની મુલાકાત લેવાઈ નથી.

Related posts

ઓહ…ક્લેકટરે જાહેર રસ્તાની જગ્યા પવનચક્કી માટે આપી દીધી

Nawanagar Time

જામનગરના દેવાયત ચાવડા શિવસેનાના એક પણ હોદ્દા ઉપર નથી: જીમ્મી અડવાણી

Nawanagar Time

ખંભાળિયાના બેરાજા ગામે માટી ખોદતા શખ્સોે ટપારતાં વૃદ્ધ ઉપર હુમલો

Nawanagar Time

Leave a Comment